ગાંજો મોકલવાના કેસમાં રશિયન નાગરિકના જામીન થયા નામંજૂર

અમદાવાદ, ગાંજો મોકલવાના કેસમાં રશિયનના જામીન કોર્ટે કેન્સલ કર્યા છે. રશિયન નાગરિકની જામીન અરજી કોર્ટે ફગાવતા હવે તેના માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. જણાવી દઈએ કે રશિયન નાગરિકની ગાંજાની હેરાફેરી કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ તેની ધરપકડના કેસમાં કોર્ટમાં ચાલી રહેલ સુનાવણીમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટે ગાંજાની હેરાફેરી કરનાર રશિયનના જામીન ના મંજૂર કર્યા.

રશિયન નાગરીક ભારતમાં રમકડાંની આડમાં ગાંજાનો વેપાર કરતો હતો. વિદેશી નાગરીક ભારતમાં બોગસ વિઝા લઈ રહેતો હતો. ભારતમાં રહેવાસ દરમ્યાન વિદેશી રશિયન નાગરીક રમકડાંના પાર્સલ સપ્લાય કરતો. અને આ રમકડાં ગાંજો છુપાડી દેતો હતો. પોલીસે બાતમીના આધારે રશિયન નાગરિકને ઝડપી પાડી મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તેને પકડી કાર્યવાહી કરી હતી. દરમ્યાન રશિયન નાગરિકે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જેને નામંજૂર કરવામાં આવી હતી.