ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ મહિલા સુરક્ષા દળ પરેડ કરશે

નવીદિલ્હી, દેશમાં ૨૬ જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ મહિલા સુરક્ષા દળ પરેડ કરશે. સીઆઇએસએફ ટુકડીમાં ૧૪૮ મહિલાઓ છે અને તેમના બેન્ડમાં ૮૪ મહિલાઓ છે. હાલમાં સીઆઇએસએફમાં કુલ ૧૭૦૦૦૦ લોકો છે. જેમાં લગભગ ૧૦ હજાર મહિલાઓ છે અને તેની કમાન પણ એક મહિલાના હાથમાં છે. રાજસ્થાન કેડરના ૧૯૮૯ બેચના આઇપીએસ અધિકારી નીના સિંહને સીઆઇએસએફના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ ૨૦૨૧થી સીઆઇએસએફમાં છે. તેમની નિવૃત્તિ સુધી તેઓ આ પદ પર ચાલુ રહેશે.

દેશની રાજધાની દિલ્હીમાં આ દિવસે ર્ક્તવ્ય પથ પર પરેડ અને વિવિધ રાજ્યની ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે. આ વર્ષનો ગણતંત્ર દિવસ દેશ માટે વધુ મહત્વનો બની રહેશે. કારણ કે ગણતંત્ર દિવસ પર નારી શક્તિના પ્રતિક સમા એવા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સુરક્ષાદળની પરેડ જોવા મળશે. આ બાબત એટલા માટે વધુ મહત્વની છે કેમકે એવું પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે સમગ્ર દળનું નેતૃત્વ મહિલા કરી રહી હોય.

વાસ્તવમાં, સીઆઇએસએફની રચના ૧૯૬૮માં એક અલગ હેતુ માટે કરવામાં આવી હતી. આ દળ જાહેર ક્ષેત્રની કંપનીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે હતું. પરંતુ સમય સાથે જવાબદારીઓ વધી છે. વર્ષ ૨૦૦૦માં સીઆઈએસએફને એરપોર્ટની સુરક્ષાની જવાબદારી મળી હતી. ૨૦૦૧માં તેને દિલ્હીમાં સરકારી ઈમારતની સુરક્ષાનું કામ મળ્યું. ૨૦૦૨માં તાજમહેલની સુરક્ષાની જવાબદારી પણ સીઆઇએસએફને આપવામાં આવી હતી. ૨૦૦૭થી દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ સીઆઇએસએફ પાસે આવી. આજે, સીઆઈએસએફને અન્ય ઘણી મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષાનું યાન રાખવું પડે છે. હવે એરપોર્ટ સિવાય તેમણે એટોમિક એનર્જી, સ્પેસ ઈન્સ્ટોલેશન, સી પોર્ટ, સ્ટીલ પ્લાન્ટ, કોલ ફિલ્ડ, થર્મલ પ્લાન્ટ, ડિફેન્સ પ્રોડક્શન યુનિટ, ઐતિહાસિક ઈમારતો, જગ્યાઓ, ખાતર અને કેમિકલ અને નોટ પ્રિન્ટિંગ પ્રેસની જવાબદારી પણ સંભાળવાની છે.