નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કોર્ટમાં ગેંગસ્ટર સંજીવ જીવાની હત્યા બાદ તેની પત્ની પાયલ મહેશ્ર્વરીએ કરેલી પ્રોટેક્શન પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ ઉતાવળ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા તેની ધરપકડ નહીં કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં તેણી તેના પતિના અંતિમ સંસ્કારમાં હાજર રહી ન હતી.
આ મામલામાં યુપી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ જીવાની પત્નીએ તેમાં ભાગ લીધો ન હતો. તેમના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા. સરકારી વકીલે કહ્યું કે જીવાની પત્ની ગેંગ ચલાવે છે, તેથી તેને કોઈ રાહત મળવી જોઈએ નહીં. પોલીસે ખાતરી આપ્યા બાદ પણ તે ગઈકાલે અંતિમ સંસ્કારમાં હાજર રહી ન હતી. બીજી તરફ પાયલ મહેશ્ર્વરીએ પતિની વિધિ વગેરેમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી.
લખનૌ કોર્ટમાં ગેંગસ્ટર સંજીવ જીવાની હત્યા બાદ તેની પત્ની પાયલ મહેશ્ર્વરી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જીવાની પત્નીએ તેની ધરપકડ સામે રક્ષણ માંગ્યું હતું. તેણે તેના પતિના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી હતી. જીવાની પત્નીએ કહ્યું હતું કે તેના પતિની જેમ તેની પણ હત્યા થઈ શકે છે, તેથી મારી ધરપકડ ન થવી જોઈએ. પાયલ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.