ભટિંડા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને શનિવારે મોગા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કલમ ૩૦૭ હેઠળના કેસમાં, મોગા પોલીસ ભારે સુરક્ષા હેઠળ ભટિંડા જેલમાંથી બિશ્ર્નોઈને લઈને કોર્ટમાં પહોંચી હતી. આરોપ ઘડ્યા પછી, કોર્ટે લોરેન્સને ૧૭ જુલાઈ સુધી ન્યાયિક રિમાન્ડ પર ભટિંડા જેલમાં મોકલી દીધો.
૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ, જોધા અને મોનુ ડાગરને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોગાના ડેપ્યુટી મેયરના ભાઈ જીતેન્દ્ર ધમીજાને ગોળી મારવા મોકલ્યા હતા. ભૂલથી જિતેન્દ્ર ધમીજાને મારવાને બદલે આરોપીએ તેના ભાઈ સુનિલ ધમીજા અને તેના પુત્ર પ્રથમ પર હુમલો કર્યો હતો. પિસ્તોલ લોક હોવાથી મોનુ ફાયર કરી શક્યો ન હતો, જે દરમિયાન જોધાએ પ્રથમના પગમાં ગોળી મારી હતી. બીજી તરફ ઘાયલ થયા બાદ પણ સુનિલે મોનુ ડાગરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જો કે જોધા ભાગવામાં સફળ રહ્યો હતો. બંને હુમલાખોરો લોરેન્સ બિશ્ર્નોઈ ગ્રુપના હતા. આ કેસમાં મોગા પોલીસે જોધા અને મોનુ ડાગર સામે ગુનો નોંધ્યો હતો. આ જ કેસમાં લોરેન્સ બિશ્ર્નોઈનું નામ પણ નોંધવામાં આવ્યું હતું. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મોગા એસએસપીએ જણાવ્યું કે શનિવારે બિશ્ર્નોઈને ભટિંડા જેલમાંથી લાવવામાં આવ્યો અને મોગા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ કેસમાં લોરેન્સના ભાગીદાર મોનુ ડાગર અને એક સાથીદારને રજૂ કરવામાં આવશે.