
ચારધામ યાત્રાના રૂટ પર ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. બસ ખીણમાં ખાબક્તા ૩ના મોત થયા હતા. આ બસ અકસ્માતમાં એક મહિલાનું અકસ્માત સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં બે મહિલાઓના મોત થયા હતા. જયારે ૨૬ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલુ છે.
ગંગનાની નજીક તીર્થયાત્રીઓની બસ ખાઈમાં પડી હોવાની માહિતી પોલીસ અને વહીવટીતંત્રને મળતા જ જીડ્ઢઇહ્લ, દ્ગડ્ઢઇહ્લ, પોલીસ, વન વિભાગ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઊઇ્ અને રેવન્યુ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સ્થળની નજીકના હરસિલ અને ગંગનાનીની તબીબી ટીમો પણ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.
ખાનગી વેબસાઇટના જણાવ્યામુજબ ૩ મહિલા મોતને ભેટી છે. જેમના નામ છે મહેન્દ્ર ચંદ્રની પત્ની દીપા, નિવાસી હલ્દુ ચૌદ હલ્દવાની,જિલ્લો નૈનીતાલ નીમા કેડા, પુરણ સિંહ કેડાની પત્ની, રહેવાસી રૂદ્રપુર, જિલ્લા ઉધમ સિંહ નગર મહેન્દ્ર સિંહ રકવાલની પત્ની. નૈનીતાલ જિલ્લાના ગૌલાપર હલ્દવાનીનો રહેવાસી છે.
પ્રત્યક્ષદર્શીઓ અને બચાવ ટીમના જણાવ્યા અનુસાર જ્યારે બસ કાબૂ બહાર ગઈ અને ખાઈમાં પડી, ત્યારે તે રસ્તામાં એક ઝાડ પર ફસાઈ ગઈ. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો તે ઝાડ ત્યાં ન હોત તો બસ કેટલાય મીટર નીચે ઊંડી ખાઈમાં પડી ગઈ હોત. જેના કારણે મોટું નુક્સાન થઈ શકે છે. પરંતુ વૃક્ષે ઘણા લોકોના જીવ બચાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેક ન લાગવાને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ લગભગ ૨૦ મીટર ખાડામાં પડી હતી. આ પછી બસ એક ઝાડ પર રોકાઈ ગઈ. જો બસ ઝાડ પર ન રોકાઈ હોત તો તે સીધી ભાગીરથી નદીમાં પડી હોત.
ઉત્તરકાશીમાં દુર્ઘટનાગ્રસ્ત બસ ગંગોત્રીના દર્શન કરીને યાત્રાળુઓ સાથે ઉત્તરકાશી પરત ફરી રહી હતી. આ બસ ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પહોંચી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ દિલ્હી, મહારાષ્ટ્ર અને હલ્દવાનીના રહેવાસી છે. બસ ઉધમ સિંહ નગરની છે. બસનો નંબર યુકે ૦૬ પીએ ૧૨૧૮ છે.