ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળામાં દિપક ફાઉન્ડેશન અને લાઈટ સંસ્થા દ્વારા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

ઝાલોદ,ઝાલોદ તારીખ 10મી જાન્યુઆરી 2024ના રોજ ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળામાં મફત આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. દિપક ફાઉન્ડેશન અને લાઈટ સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાની ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળામાં આંખની મફ્ત તપાસ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને ગામ માંથી વાલીઓએ આંખોની મફ્ત તપાસ કરાવી હતી. જેમને નંબર હોય તેમને મફત ચશ્મા આપવામાં આવ્યા. સાથે ધોરણ1 થી 8ના હાજર તમામ બાળકોને મફત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.1 થી 5 ના બાળકોને ગુડ ટચ આને બેડ ટચ વિશે વાર્તા કહી સમજ આપવામાં આવી. ધોરણ-8ની બાલિકાઓને શારીરિકવિકાસ સાથે રાખવાની સાવધાની ઘરેલુ અપરાધ વિશે સમજ આપવામાં આવી. આમ લાઈટ સંસ્થા દ્વારા શાળાના આચાર્ય બી.એચ. કટારાને શિલ્ડ આપી. તેમના કાર્યો વિશે સમજ આપવામાં આવી. તમામ સભ્યોનો શાળા પરિવારે આભાર વ્યક્ત કરી કેમ્પનું સમાપન કરવામાં આવ્યું.