ગંગા નદીના જળસ્તર વધવાથી પટણમાં 76 સરકારી શાળાઓ બંધ

બિહારની રાજધાની પટનામાં ઘણી જગ્યાએ ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી જવાને કારણે જિલ્લા વહીવટીતંત્રે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 76 સરકારી શાળાઓને 21 સપ્ટેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી. પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, “ગંગા નદીના વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને, પટના જિલ્લાના આઠ બ્લોકમાં કુલ 76 સરકારી શાળાઓ 21 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ગંગા નદીનું જળસ્તર કેટલીક જગ્યાએ ખતરાના નિશાનને પાર કરી ગયું છે. “જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

બિહાર સરકારે તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના અધિકારક્ષેત્રમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય તો શાળાઓ બંધ કરવા અંગે નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા છે. બુધવારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “પટનાના ગાંધી ઘાટ પર ગંગા નદી 48.60 મીટર (બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં) ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. એ જ રીતે, હાથીદાહ અને દિઘા ઘાટ પર, ગંગા નદી અનુક્રમે 41.76 મીટર અને 50.45 મીટરથી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. આપને જણાવી દઈએ કે બિહારમાં ગંગા નદીમાં વધારો થઈ રહૃાો છે અને નદીનું જળસ્તર સતત વધી રહૃાું છે. જેના કારણે ગંગા નદીની આસપાસ આવેલા અનેક ગામો પૂરથી પ્રભાવિત થવાના છે.

સતત વધી રહેલા જળસ્તરને કારણે ગંગા નદીનું પાણી સમસ્તીપુર અને વૈશાલી જિલ્લાના ઘણા વિસ્તારો, ઘરો અને શાળાઓમાં પ્રવેશ્યું છે. આવી સ્થિતિમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહૃાો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહૃાો છે. પૂરની અસરથી બચવા લોકો ઊંચા સ્થળોએ આશરો લઈ રહૃાા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ બિહારના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા હતા. દરમિયાન, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની સ્થિતિ પણ આવી જ છે. ગાઝીપુર, બલિયા, વારાણસી વગેરે જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર ઝડપથી વધી રહૃાું છે, જેના કારણે ઘણા ગામો પૂરની ઝપેટમાં આવવાના જોખમમાં છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Don`t copy text!