કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી જન્માષ્ટમી (Janmashtami) અને ગણેશોત્સવ (Ganeshotsav) પ્રતિબંધો સાથે ઊજવવામાં આવ્યા હતા. જોકે, હવે આ તહેવારો કોઈ પણ પ્રતિબંધો વિના ઊજવવાની પરવાનગી રાજ્ય સરકારે (Maharashtra State Government) આપી છે. સજ્યા સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે ગણેશોત્સવ અને દહીહંડી ઉત્સવ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
બસો વધારાની પ્રશાસનને સૂચના
રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણી માટે એસટી પ્રશાસનને બસ સેવ વધારવાની સૂચના આપવામાં આવી છે. વાહનવ્યવહાર વિભાગને ટ્રાફિક પ્લાનિંગનો આદેશ આપવામાં આવ્યો છે. હાઈવે પોલીસને પણ મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ ટાળવા સૂચના આપવામાં આવી છે. આ વર્ષે ગણેશોત્સવ 31 ઑગસ્ટ 2022થી રવિવાર 9 સપ્ટેમ્બર 2022 સુધી ઊજવવામાં આવશે.
ગણેશોત્સવ માટે કોંકણ જતા વાહનો માટે ટોલ માફી
મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)એ જાહેરાત કરી છે કે કોંકણ જતા ગણેશ ભક્તોના વાહનો માટે ટોલ માફ કરવામાં આવશે. તેથી આ તહેવારના સમયગાળામાં મુસાફરોને રાહત મળશે અને મુસાફરોની સુવિધા માટે ગણપતિ ઉત્સવ નિમિત્તે કુલ 214 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો જુલાઈના છેલ્લા અઠવાડિયાથી ઑગસ્ટ મહિના સુધી ચલાવવામાં આવશે.