ગણેશ જાડેજાની દબંગાઇના વિરોધમાં સંમેલન, ગાંધીનગર સુધી બાઈક રેલીનું આયોજન

ગણેશ જાડેજાની દબંગાઇના વિરોધમાં સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં જૂનાગઢમાં સમસ્ત અનુ.જાતિ સમાજનું સંમેલન યોજાશે. તેમાં મોટી મોણપરીમાં ૬ જુલાઈએ સંમેલન મળશે. જેમાં ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે રોષ ફેલાયો છે. તેમજ સંમેલનમાં આગામી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરાશે. જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઈક રેલી અંગે ચર્ચા થશે.

જુનાગઢમાં તા. ૬ જુલાઈના રોજ સમસ્ત અનુ. જાતિ સમાજનું સમેલન યોજાશે. જેમાં મોટી મોણપરીમાં કાર્યક્રમનું આયોજન થશે તેમજ બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાશે. ગુજરાતમાં દબંગગીરી સામે બાઈક રેલી યોજાશે. કાર્યક્રમમાં રણનીતિની ચર્ચા કરાશે. તેમજ ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે.

જૂનાગઢ એનએસયુઆઇના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી મારમારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંયા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતં.

ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે જુનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇ જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ ૨૫ જૂને સુનાવણી રાખવામાં આવી છે.

જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ગતિમાન છે. અને આ કેસ મામલે ચાર્જસીટ પણ ફાઇલ કરવામાં આવ્યું નથી.ત્યારે પોલીસ દ્વારા પણ આ કેસને લઈ કોર્ટમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી ૨૫ તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા તે ન આપવા તે મામલે હુકમ કરવામાં આવશે.

જૂનાગઢ દ્ગજીેૈંંના પ્રમુખ સંજય સોલંકી સાથે ૩૦ મેંની રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ જવાયો હતો જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ સંજય સોલંકીને ફરી જૂનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.