રાજ્યમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન થયુ હતુ જે બાદ સૌ કોઈની નજર તેના પરિણામ પર હતી કારણ કે આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે આખરે સૌની આતુરતાનો અંત આવ્યો છે. આખરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ગોંડલ નાગરિક બેક્ધની ચૂંટણીમાં જેલમાં લડેલા ગણેશ જાડેજા ( ગોંડલ ) સહિત ભાજપના ૧૧ ઉમેદવારોનો વિજય થયો છે. અને કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે ગણેશ જાડેજા સહિત બીજેપીના ઉમેદવારોની જીત થતાં આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આશરે ૫૦૦ કરોડનો વહીવટ ધરાવતી બેંક ગોંડલમાં ફરી એક વાર જયરાજસિંહનો દબદબો જોવા મળ્યો છે. જેલમાં હોવા છતા ગણેશ ગોંડલ જંગી બહુમતીથી જીત મેળવી છે. જયરાજસિંહ જાડેજા અને ભાજપ ગણેશ જાડેજા વધુમાં વધુ લીડ મેળવે તેવા પ્રયાસ કર્યા હતા તે સફળ થયા છે.આ ચૂટણી ગણેશ ગોંડલ માટે ખુબ મહત્વની હતી જયરાજસિંહના પુત્ર ગણેશના વર્ચસ્વની પણ આ લડાઇ માનવામાં આવી રહી હતી. ત્યારે હવે કહી શકા કે, ગણેશ ગોંડલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સાથે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે ગણેશ જાડેજા જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતી છે તે વિરોધીઓને મોટો સંદેશ છે.
આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના તમામ ૧૧ ઉમેદવારનો જંગી લીડ સાથે વિજય થયો છે.નાગરિક બેંકની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને પૂર્વ ચેરમેન એવા કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠાનાં જંગ સમી બની હતી. ત્યારે ગણેશ ગોંડલની જીત થઈ છે તો કોંગ્રેસના યતિષ દેસાઈની પેનલની ધોબી પછડાટ સાથે કરારી હાર થઇ છે.આ ચૂંટણીમાં ભાજપની જીત થતા સમર્થકોએ ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.
ભાજપ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યા ?,અશોક પીપળીયા ૬૩૨૭,હરેશ વાડોદરીયા ૬૦૦૦,જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ) ૫૯૯૯,ઓમદેવસિંહ જાડેજા ૫૯૪૭,કિશોર કાલરીયા ૫૭૯૫,પ્રહલાદ પારેખ ૫૭૬૭,પ્રમોદ પટેલ ૫૬૯૦,પ્રફુલ ટોળીયા ૫૪૮૧,ભાવના કાસોંદરા ૬૧૨૦,નીતા મહેતા ૫૮૯૩,દિપક સોલંકી ૫૭૩૮
કોંગ્રેસ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યા ? યતિષ દેસાઈ -૩૫૨૭,કલ્પેશ રૈયાણી ૩૦૯૫,લલીત પટોળીયા ૩૦૬૩,જયદીપ કાવઠીયા ૩૦૩૧,સંદીપ હીરપરા ૨૮૯૨,રમેશ મોણપરા ૨૮૭૫,વિજય ભટ્ટ ૨૮૦૭,કિશોરસિંહ જાડેજા ૨૮૦૦,ક્રીષ્ના તન્ના ૩૩૩૫,જયશ્રી ભટ્ટી ૩૦૧૧,જયસુખ પારઘી ૨૮૬૮