- 31 ઓગસ્ટે છે ગણેશ ચતુર્થી
- ગણેશજીની પૂજામાં ભૂલથી પણ ન કરો આ કામ
- નહીં તો નહીં મળે પૂજાનું ફળ
ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આગામી 10 દિવસ સુધી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરે છે. આ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
આમ કરવાથી વ્યક્તિનું કાર્ય સફળ થાય છે. જો તમે પણ આ ગણેશ ચતુર્થીએ તમારા ઘરમાં ગણેશની સ્થાપના કરવાના છો. તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે કયા પાંચ કાર્યોને ભૂલથી પણ ન કરવા જોઈએ.
લસણ-ડુંગળીનો ન કરે ઉપયોગ
લસણ અને ડુંગળી બંને એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં થાય છે. જો તમારા ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગણેશજીનો ભોગ બનાવતી વખતે તમારે લસણ અને ડુંગળીનો ઉપયોગ ટાળવો જોઈએ.
ગણેશજીને અર્પણ ન કરો તુલસી
ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાની મનાઈ છે. ગણેશ પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાથી શુભ ફળ મળતું નથી. વાસ્તવમાં તુલસીએ ભગવાન ગણેશને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો ગણેશજીએ સ્વીકાર કર્યો નહીં અને તુલસીએ તેમને શ્રાપ આપ્યો હતો. તેનાથી ક્રોધિત થઈને ભગવાન ગણેશે પણ તેમને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો.
ભગવાન ગણેશની નવી મૂર્તિની કરો સ્થાપના
જો તમે આ વર્ષે તમારા ઘરમાં ગણેશજીની સ્થાપના કરવા માંગો છો તો નવી મૂર્તિ જરૂરથી ખરીદવી જોઈએ. જો તમારી પાસે જૂની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં ગણેશજીની બે મૂર્તિઓ ન રાખવી જોઈએ.
અંધારામાં ન કરો મુર્તિના દર્શન
જો ભગવાન ગણેશની મૂર્તિની પાસે અંધારું હોય તો તેમના દર્શન ન કરવા. દર્શન કરતા પહેલા ખાતરી કરો કે ત્યાં લાઇટિંગની સારી વ્યવસ્થા છે. ભગવાનની મૂર્તિને અંધારામાં જોવી એ શુભ માનવામાં આવતું નથી.
પૂજામાં ન પહેરો કાળા અને બ્લૂ રંગના વસ્ત્રો
માન્યતા અનુસાર કોઈપણ દેવી-દેવતાની પૂજામાં કાળા અને વાદળી રંગના કપડાં ન પહેરવા જોઈએ. શનિદેવની પૂજામાં તમે કાળા રંગના કપડાંનો ઉપયોગ કરી શકો છો. તેથી ધ્યાનમાં રાખો કે ગણેશજીની પૂજામાં પણ તમારે કાળા અને વાદળી વસ્ત્રો ન પહેરવા જોઈએ.