ગણેશ ચતુર્થીના તહેવારને લઈ ગણપતિની મૂર્તિ માટે પ્રતિબંધીત પી.ઓ.પી.નો ખુલ્લે આમ ઉપયોગ મૂક પ્રેરક

સંતરામપુર, આગામી સમયમાં ગણેશ ચતુર્થીઓ તહેવારને અનુલક્ષી લઈને અત્યારથી ગણપતિની મૂર્તિ બનાવવાની કામગીરી હાથ ધરાય છે, પરંતુ પીઓપી મૂર્તિ પર પ્રતિબંધ હોવા છતાં કાયદોનો ઉલ્લેખો અને ભંગ કરીને મોટી મોટી મૂર્તિઓ બનાવવાનું કામગીરી ચાલુ કરેલી છે. પર્યાવરણને નુકસાન થવાના કારણે સરકારી તંત્ર અને સરકાર દ્વારા સંપૂર્ણ પીઓપી મૂર્તિ પર પ્રતિબંધ મુકેલો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી અને ખુલ્લેઆમ પીઓપી મૂર્તિ બનાવવાનું પૂરજોશમાં કામગીરી ચાલુ રેલી છે. દર વખતે ચોમાસામાં ઓછો વરસાદ હોવાના કારણે મોટી મોટી મૂર્તિઓ અને પીઓપી મૂર્તિઓની વિસર્જન કરવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય છે અને પીઓપી મૂર્તિ જો વિસર્જન કરવામાં આવે એક વર્ષ સુધી તે ગણપતિની મૂર્તિ પીગળી શકતી જ નથી. આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આના કારણે પ્રદૂષણ પણ વધતું જાય છે, તેમ છતાં અત્યારે સંતરામપુરમાં પીઓપીની મૂર્તિઓ બનાવવાનું કામગીરી ચાલી જોવા મળી આવેલી છે. પર્યાવરણ અને આરોગ્ય માટે સૌથી મોટી હાનિકારક અને નુકસાન અને ખતરનાક સાબિત થઈ રહ્યું છે તેમ છતાંય તંત્ર કેમ ચૂકશે તે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયેલો છે. સરકાર દ્વારા અને ભાસ્કર પરિવારએ પણ ઇકોફેલ્લી મૂર્તિ ઉપયોગ કરવા માટેનો અભિયાન ચલાવેલું તેમ છતાં હજુ પણ બજારોમાં અને બનાવવામાં સૌથી વધારે પીઓપીની મૂર્તિઓ જોવા મળી આવેલી છે. આના કારણે નદીની અંદર મોટાભાગનું નુકશાન થવા પામતું હોય છે.