ગાંધીનગરના સેક્ટર ૫ ખાતે ધર્મ પરિવર્તન કરાવનારા પકડાયાનો હિન્દુ સંગઠનનોએ દાવો કર્યો

અમદાવાદ, અમદાવાદ ગાંધીનગરમાં બ્રેન વોશ કરી ધર્મ પરિવર્તન કરાવતા લોકોને પકડી પાડવામાં આવ્યા હોવાનો હિન્દુ સંગઠનનોએ દાવો કર્યો છે. આ મામલે ધર્મ પરિવર્તન કરાવતા ૧૦થી વધુ લોકો પકડી પાડવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સેકટર ૫ ખાતેથી ધર્મ પરિવર્તન કરાવતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક શ્રમિકોનું માઈન્ડ વોશ કરીને તેમને ધર્મ બદલાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી રહી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ ગાંધીનગરના સેક્ટર ૫ ખાતે કેટલાક શ્રમિક પરિવારોનું માઈન્ડ વોશ કરી ધર્મ પરિવર્તન કરાતું હોવાનો હિન્દુ સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો છે જે બાદ ધર્મ પરિવર્તન કરાવી રહેલા ૧૦ લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે હિન્દુ સંગઠનના લોકો ત્યાં પહોંચ્યા હતા. જે બાદ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન પહોચ્યો છે. પકડેલા તમામ લોકોને સેકટર ૭ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. આ સાથે પકડાયેલા તમામ લોકો પર અટકાયતી પગલાં લેવા લેખિત અરજી આપી.

ધર્મ પરિવર્તનને લઈને અગાઉ પણ ઘણા મામલા સામે આવી ચૂક્યા છે જે બાદ હવે અમદાવાદ ગાંધીનગરમાં શ્રમિક પરિવારના લોકોને બહેલાવી ફોસલાવી તેમનું ધર્મ બદલાવાનો મામલો સામે આવતા પોલીસ પણ સમગ્ર મામલે તપાસમાં લાગી છે.