ગાંધીનગર સેક્ટર ૨૧ની દુકાનમાંથી ખરીદ કરેલો મોબાઈલ ખરાબ નીકળ્યો, આખરે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી

નવીદિલ્હી,

શહેરના સેક્ટર-૨૧ સ્થિત જાણીતી શોપમાંથી મોબાઇલ ખરીદવો વૃદ્ધને ભારે પડ્યો હતો. આક્ષેપો પ્રમાણે વૃદ્ધને ખરાબ મોબાઇલ પધરાવી દેવામાં આવ્યો હતો, ઘરે લઇ ગયા પછી ચાર્જ કરવામાં આવતા ચાર્જીંગ ઓછું થતું હતું. ત્યારબાદ દુકાને આવીને ફરિયાદ કરવામાં આવતા ચાર્જરને ખરાબ બતાવવામાં આવ્યું હતું. સર્વિસ સેન્ટરમાં લઇ ગયા પછી પણ ૨૦ હજારના મોબાઇલની સમસ્યાનું સમાધાન થયું ન હતું અને મોબાઇલ બદલી આપવામાં પણ નહિ આવતા આખરે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સેક્ટર ૩માં રહેતા પોપટલાલ પ્રજાપતિએ ગત ૨ ફેબ્રુઆરીના રોજ સેક્ટર ૨૧ સ્થિત દુકાનમાંથી ૨૦ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ ખરીદ્યો હતો. જેમાં ચાર્જર સાથે નહીં આવતુ હોવાથી ૭૦૦ રુપિયાની કિંમતનું અન્ય જગ્યાએથી ચાર્જ ખરીદ્યુ હતુ. ઘરે લઇ ગયા પછી મોબાઇલ ચાર્જ કરવામાં આવતા એક કલાકમાં ૨૦ ટકા ચાર્જ થતુ હતુ. જેથી દુકાનમાં ફરિયાદ કરવામાં આવતા ચાર્જર ખરાબ હોવાનુ કહેવામાં આવતા ૨૫ વોલ્ટનુ નહિ ૧૫ વોલ્ટનુ ચાર્જર ૧૩ ફેબ્રુઆરીના રોજ શો રુમમાંથી બીજુ ચાર્જર ખરીદ્યુ હતુ. તેમ છતા ફોનની ખરાબી દુર થતી ન હતી. જેથી ઓથોરાઇડ્ઝ સર્વિસ સેન્ટરમાં મોકલવામાં આવતા ત્યા મોબાઇલ બતાવ્યો હતો અને અપડેટ કરવાનુ કહ્યુ હતુ. ત્યાં સમાધાન નહિ આવતા કુડાસણ સર્વિસ સેન્ટર ઉપર મોકલ્યા હતા. ત્યાંથી પણ સમાધાન થયુ ન હતુ. નવો મોબાઇલ ખરીદવા છતા અને તેની ખરાબીની ફરિયાદ એક જ દિવસમાં કરવા છતા ૨૦ દિવસ સુધી વૃદ્ધ ગ્રાહકને ધક્કા ખવડાવવામાં આવ્યા હતા અને સમસ્યા ઠેરની ઠેર જોવા મળતી હતી.