- એસ.કે.લાંગાની ફરિયાદની તપાસ ડીવાયએસપી પી.આર.રાઠોડ પાસેથી પરત લઈ હેડકવાર્ટર ડીવાયએસપી સોંપાઈ.
- ગાંધીનગર પોલીસ મથકના વોન્ટેડ પૂર્વ કલેકટર એસ.કે.લાંગા એ જોગવાઈ મુજબ ગોધરા બી ડીવીઝન મથકે હાજરી આપ્યાનું એસ.પી.ના ઈન્સ્પેકશનમાં સામે ગંભીર બાબત બહાર આવતાં કાર્યવાહી.
ગોધરા, બહુચર્ચિત પૂર્વ આઈ.એ.એસ. એસ.કે.લાંગાના વિવિધ જમીન પ્રકરણોમાં વધુ વિવાદો સર્જાતા જાય છે. અને પોલીસને પણ અંધારામાં રાખવાની ફોડી નાખવાની સફળ તરકીબનો ધટસ્ફોટ સર્જાતા બે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જીલ્લાના તત્કાલીન જીલ્લા કલેકટર એસ.કે.લાંગા વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભ કોર્ટની જોગવાઈ મુજબ ગત બે માસે પોલીસ મથકે હાજરી પુરાવા આવ્યા તે દરમિયાન ગાંધીનગર પોલીસ મથકના ગુન્હામાં વોન્ટેડ હતા. તેની જાણકારી હોવા છતાં ગાંધીનગર પોલીસને જાણ કરાઈ ન હતી. આ બાબત પંચમહાલ જીલ્લા પોલીસવડાના ઈન્સ્પેકશન સમયે ધ્યાનમાં આવતાંં ગંભીર બેદરકારી દાખવવા બદલ ગોધરા બી ડીવીઝન પી.આઈ.ની તત્કાલ બદલી કરી લીવ રીર્ઝવ કરી દેવાયા હતા. જ્યારે ડીવાયએસપી પાસેથી તપાસ પરત લઈને હેડ કવાટર્સ ડીવાયએસપીને સોંપવામાં આવતાં પોલીસવડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લાના તત્કાલીન જીલ્લા કલેકટર એસ.કે.લાંંગા દ્વારા ફરજ દરમિયાન નીતિનિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર ખેડુત નોંધણી અને બોગસ ખેડુતો સાથે સરકારને મહેસુલી આવકને વ્યાપક નુકશાન પહોંચાડયું હતું. જે અંગેની તપાસમાં બહાર આવતાં અગાઉ જીલ્લા કલેકટર એસ.કે.લાંંગા વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ગુન્હામાં જામીનની જોગવાઈ મુજબ એસ.કે.લાંગા હાજરી પુરાવવા માટે આવતા હતા. ત્યારબાદ પોતાની પંચમહાલ જેવી જ કાર્યપદ્ધતિ અપનાવીને જમીનના ખોટા હુકમો કરી સરકરાને કરોડોનુંં
નુકશાન પહોંચાડયું હતું.આમ, કલેકટર તરીકે એસ.કે.લાંગા દ્વારા જે તે સમયે ફરજ દરમિયાન જમીન કૌંભાડ આચરવામાં આવ્યું હોવાની અલગ અલગ પોલીસ મથકોએ ફરિયાદ દાખલ કરવામાં આવતા સરકારી અધિકારીઓમાંં ફફડાટની લાગણી વ્યાપેલી જોવા મળેલી હતી. ગત સપ્તાહે ગાંંધીનગર સેકટર-7 ના પોલીસ દ્વારા નાસતા ફરતા પૂર્વ કલેકટર એસ.કે.લાંગાને આબુ રોડથી ઝડપી પાડવામાં આવીને એસ.આઈ.ટી. દ્વારા વધુ સધન તપાસ હાથ ધરીને રીમાન્ડ લેવામાંં આવી રહ્યા છે. ત્યારે લાંગાએ ગોધરા પોલીસને ફોડી નાખીને ગોધરા પોલીસ મથકે રાત્રીના સમયે ગત મે અને જુન માસમાં રાત્રીના 12 વાગ્યા પછી હાજરી ભરાવામાં જતા હતા.પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ મથકે એસ.કે.લાંગા વિરૂદ્ધ ગુના સંબંધે વોન્ટેડ હતા અને જે અંગે ગાંધીનગર પોલીસને અજાન રાખવામાં આવી હોવાની કાર્યપદ્ધતિને લઈને અનેક પ્રશ્ર્નાર્થો સર્જાયા હતા. તેઓ તપાસમાં ધટસ્ટફોટ થયો હતો. દરમિયાન એકાએક જીલ્લા પોલીસવડા દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંંભીર વિગતોનો ધડાકો થયો હતો કે, ગાંધીનગર પોલસી મથકે ગુન્હામાં આરોપી પૂર્વ કલેકટર એસ.કે.લાંગા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંંધાયેલા ગુના સંદર્ભે કોર્ટના જામીનની જોગવાઈ મુજબ હાજરી પુરાવા આવ્યા ત્યારે તેઓ ગાંધીનગરના એક ગુન્હામાં વોન્ટેડ હતા. તેમ છતાં બી ડીવીઝન પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસને અંજાન રાખીને તેની જાણકારી આપવામાં આવી ન હોય તે વિગતો પંચમહાલ જીલ્લા પોલીસવડાએ કરેલા ઈન્સ્પેકશન દરમિયાન સામે આવી હતી. જીલ્લા પોલીસવડાએ આ બાબતે ગંભીરતાથી લઈને બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. રાહુલ રાજપુતની તત્કાલીક બદલી કરી લીવ રીઝર્વ કરી દેવાયા છે. આ સમગ્ર બાબતની ઈન્કવાયરી હાલોલ ડીવાયએસપીને સોં5ાઈ છે. જ્યારે બીજી તરફ એસ.કે.લાંગાની તપાસ ગોધરા ડીવાયએસપી પી.આર.રાઠોડ પાસેથી પરત લઈને ગોધરા હેડકવાર્ટર ડીવાયએસપીને સોંપવામાં આવતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. એસ.કે.લાંગા જમીન પ્રકરણમાં અટવાયા બાદ તેની તપાસનો દોર શરૂ થઈને વધુ પ્રકરણમાં પોલીસ ભોગ બની છે. ત્યારે હવે જોવાનું રહે કે પંચમહાલ જીલ્લાના તત્કાલીન કલેકટર રહી ચુકેલા એસ.કે.લાંગા વિરૂદ્ધની તપાસ દરમિયાન પંચમહાલ જીલ્લામાં કેટલા અધિકારીઓ, કર્મચારીઓ ભોગ બનશે.