ગાંધીનગર પોલીસ દ્વારા દર્જ કરેલા FIR દ્વેષપૂર્વકની ખોટી અર્થહિન અને સંતાપજનક : પોલીસ તંત્ર સામે સવાલિયા નિશાન !

  • વિનોદ પટેલ વિરૂદ્ધની FIR એક કાઉન્ટર બ્લાસ્ટ : હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકાર્યા બાદ તાબડતોડ FIR કેમ ?
  • સાડા ત્રણ મહિના પોલીસ એ શું કર્યું ? : તર્ક સુસંગત કાનૂની દાવ પેચ : ફરિયાદી હરેશ ટાંકને તેના ગોડફાધરથી છુપા આશીર્વાદથી બલ્લે બલ્લે !

દાહોદ જીલ્લામાં મહિલાઓના ઉત્થાન તેમજ સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા તેમજ દૈનિક અખબારના માલિક એવા નિવૃત શિક્ષકે પત્રકાર ક્ષેત્ર જોડે સંકળાયેલા એક વ્યક્તિ પાસે ઉછીના 40 લાખ રૂપિયાના નાણાની જરૂર હોઈ સામેવાળાએ પાંચ લાખ રૂપિયા આપ્યા બાદ બાકીની રકમની વ્યવસ્થા કરી આપવાનું વિશ્ર્વાસ અપાવી શિક્ષક પાસેથી અવેજીમાં 20-20 લાખના સહી કરેલા ચેકો લીધા બાદ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે અમરેલીના એક વ્યક્તિએ તેના સાગીરતો સાથે અખબારના માલિક અને વ્યવસાય નિવૃત શિક્ષક પાસેથી વધુ રકમ પડાવવા કોરા સહી કરેલા ચેકોમાં મોટી રકમ ભરી બદનામ કરવાના ઇરાદે આઈએસ અધિકારીના નામે 60 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઉપજાવી કાઢેલી બોગસ ફરિયાદ નોંધાવતા ઉપરોક્ત નિવૃત્ત શિક્ષકે સામેવાળા વ્યક્તિ પાસેથી આઇએસ અધિકારીના નામે 60 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેઓ ઘાટ સર્જાયો છે.

આ સમગ્ર મામલો હવે ન્યાયાલયમાં પહોંચતા ઉપરોક્ત સામેવાળા ભેજાબાજ વ્યક્તિએ કરેલ ફરીયાદ તેમજ ઉપરોક્ત પ્રકરણમાં નિવૃત શિક્ષક સામે કરેલ ફરિયાદ અને નાણાકીય લેવડદેવડ માટે રજૂ કરેલા પુરાવાઓમાં વિસંગતતા જોવા મળતા પ્રથમ દ્રષ્ટિએ આ સમગ્ર પ્રકરણ નિવૃત્ત શિક્ષક તેમજ તેની અખબારના તંત્રીને બદનામ કરાવવાના ઇરાદે ઉપજાવી કાઢેલો હોવાનું ફલિત થઈ રહ્યું છે. એટલું જ નહીં ઉપરોક્ત અખબારના તંત્રીને ખોટી રીતે અપહરણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવાના કેસમાં સામેવાળા વ્યક્તિએ પોલીસ જોડે મેળાપીપણા કરતા દૈનિક અખબારના તંત્રીએ આ મામલે ફરિયાદ કરનાર વ્યક્તિ તેમાં તેની સાથે સંડોવાયેલ ટોળકી તથા કેટલાક પોલીસ કર્મચારીઓ સામે નામદાર હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હોવાનું સામે આવતા સમગ્ર પ્રકરણમાં ચકચાર જવા પામી છે. જોકે, આ સમગ્ર બનાવમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા બોગસ ફરિયાદ કરનાર વ્યક્તિ દ્વારા આ મામલો અમરેલી ખાતેનો બનેલો હોઇ સમગ્ર પ્રકરણ અમરેલી જ્યુરીડીક્શનમાં લાગતો હોવા છતાં રાજકીય ઓથા અને પીઠબળ ધરાવતા ઉપરોક્ત વ્યક્તિએ ગાંધીનગર એલસીબી દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયત કરતા જો બનાવ અમરેલી ખાતે બનેલો હોઈ ગાંધીનગર એલસીબી દ્વારા કાર્યવાહી કેવી રીતે કરી શકે? આ સમગ્ર બાબત ઉપરોક્ત પ્રતિષ્ઠિત અખબારના તંત્રી અને નિવૃત શિક્ષકને કોઈ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનું નરી આંખે દેખાઈ આવે છે. એટલંઅ જ નહીં જો અરજરદાર સાચો હોય અને ન્યાયતંત્ર પર ભરોસો રાખનાર હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ કાયદાને હાથમાં લઇ ગેરકાયદેસર મંડળી રચી નિવૃત શિક્ષકને પોતાના સાગિરતો સાથે મળી અપહરણ કરવાની શું જરૂર પડી ?

સમગ્ર કેસમાં ઘટનામાં ઘટનાના સાડા ત્રણ માસ બાદ હાઇકોર્ટનું તેડું આવતા પોલીસે બચવા માટે ફરિયાદ દાખલ કરી ?

ઉછીના પૈસા લેવડદેવડમાંથી શરૂ થયેલા આ કેસમાં ઉપરોક્ત દૈનિક સમાચારના તંત્રી વિનોદ પટેલના ફેબ્રુઆરી માસમાં અપહરણનું કારસ્તાન રચવામાં આવ્યું. જે બાદ પોલીસમાં જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વિનોદ પટેલને રાઉન્ડઅપ કરી ગણતરીની મિનિટોમાં મુક્ત કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં નાટકીય રીતે અરજદાર સાથે મેળાપીપણામાં રહેલી પોલીસે સત્તાનો દુરૂપયોગ કરી વિનોદ પટેલને માનસિક રીતે ટોર્ચર કર્યો હતો. લગભગ સાડા ત્રણ મહિના ચાલેલા આ પ્રકરણમાં હાઇકોર્ટમાંથી ગાંધીનગર પોલીસને તેડુ આવતા પોલીસે હાઇકોર્ટમાં શું જવાબ આપીશું ? આ ઘટનામાં કેવી રીતે સમગ્ર મામલો વિનોદ પટેલ પર ઢોળી દેવો તે અંગે ષડયંત્ર રચી તારીખ 27.5.2024 ના રોજ વિનોદ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોધી સામેવાળા હરેશ ભીખાભાઈ ટાંકને આડકતરી રીતે મદદ કરી હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં યેનકેન પ્રકારે વિનોદ પટેલને ફીટ કરી દેવા માટે ટેબલ નીચે વ્યવહાર થયો હોવાની પ્રબળ આશંકાઓ સમગ્ર ઘટનાક્રમ ને જોતા એધાણ વર્તાઈ રહ્યા છે.