ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સરકાર અને સંગઠન સાથેની બેઠક 

  • રાજભવન ખાતે PMની બેઠક પૂર્ણ
  • આશરે દોઢ કલાક સુધી ચાલી બેઠક
  • CM અને સી.આર.પાટીલ રહ્યા હાજર

ગુજરાત સરકાર અને સંગઠન સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ છે. ગાંધીનગરના રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે દોઢ કલાક સુધી સરકાર અને સંગઠન સાથે કરી ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ગુજરાત સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. 

ગુજરાત સરકાર અને સંગઠન સાથેની PMની બેઠક પૂર્ણ
પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક પૂર્ણ થયા બાદ હવે રાજભવનથી સરકારના મંત્રીઓ અને સંગઠનના આગેવાનો રવાના થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર રાજભવનથી રવાના થયા છે. PM મોદીની મહત્વની ગુપ્ત બેઠકોમાં શું રંધાયુ તે હજી સામે આવ્યું નથી. પરંતુ રાજ્યમાં ફરી મોટા ફેરફાર થઈ શકે છે એવી ચર્ચાઓ વહેતી થઈ છે.

સિનિયર અધિકારીઓ સાથે બેઠક શરૂ
આ બેઠક પૂર્ણ થયા બાદ હવે PM મોદીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો શરૂ થઈ છે. આ માટે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન રાજભવન પહોચ્યા છે. રાજભવન ખાતે મુખ્ય સચિવ રાજકુમાર સહિત ગુજરાતના અનેક સિનિયર IAS અધિકારીઓ હાજર છે.

આ મુદ્દે થઈ શકે છે ચર્ચા
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેક્ટ પર ચર્ચા કરશે. આ સાથે જ બેઠકમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત બેઠકમાં  ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. સેમી કન્ડક્ટર પ્લાન જે સ્થપાવવા જઇ રહ્યો છે તે મુદ્દે પણ આ બેઠકમાં મંથન થઇ શકે છે.