ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે ત્રણ વરરાજાને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત એવી છે કે, ચોરીના ફેરા ફર્યાના ગણતરીના દિવસોમાં જ નવવધુ ઘરમાં રહેલ રોકડ, દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુ લઈને રાતોરાત ફરાર થઈ જવા પામી છે. આ પ્રકારની એક નહી પરંતુ ત્રણ ત્રણ વરરાજા સાથે બની છે.
ચોરીમાં લગ્ન ફેરા ફર્યા બાદ, ૧૫ દિવસમાં જ લૂંટેરી દુલ્હનોએ ઘરમાં રહેલા રોકડા રૂપિયા, દાગીના વગેરે લઈને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. આ અંગેની પોલીસ ફરિયાદ પેથાપુર પોલીસ મથકે નોધાઇ છે. જેમાં પેથાપુર પોલીસે કુલ ૫ લોકોની ગેંગ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પેથાપુર પોલીસનું કહેવું છે કે, આ ત્રણેય દુલ્હન કોઈ શૈલેષ પટેલના માધ્યમથી છેતરાયેલા વરરાજાના સંપર્કમાં આવ્યા હતા. જેઓએ લગ્ન ગોઠવી આપ્યા હતા. લગ્ન થયાના ૧૫ દિવસમાં જ લૂટેરી દુલ્હન તેમના પતિને રઝળતા મૂકીને નાસી છુટી છે.