રાજકોટ, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ છે. તેમા એક કર્મચારી ૩૩ વર્ષનો જિજ્ઞેશભાઈ ગઢવી હતો, તે ગેમિંગ ઝોનમાં નોકરીએ કરતો હતો. તે હજી ૨૨ દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતો. ડીએનએ તપાસના આધારે તેની ઓળખ કરવામાં આવી છે.આ જ રીતે આ અગ્નિકાંડમાં ગેમિંગ ઝોનના અન્ય કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પણ તેમના કુટુંબને સોંપવામાં આવ્યો છે. તેઓ ૧૫ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યા હતા. સુનીલભાઈએ લોકોને બચાવવા જતાં તેમનો જીવ ખોયો હતો.રાજકોટના ગેમ ઝોન અગ્નિ કાંડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં ૩૩ના મોત થયા છે