રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થાય છે. ત્યારે અગ્નિકાંડના કેસમાં કાર્યવાહી તેજ થતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. એક કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બીજા કેસમાં ધરપકડ કરવામાં આવશે.
આરએમબી બેઠકોની મિનિટ્સ બુકમાં છેડછાડ મુદ્દે મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવશે. મિનિટ્સ બુકમાં સહી કરનારના ક્રાઇમ બ્રાન્ચ નિવેદન લેશે.ટીપી શાખાના ૨૦ જેટલા કર્મચારીઓના નિવેદન લેવાશે. આ સમગ્ર ઘટનામાં મનસુખ સાગઠિયાની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડના કેસમાં એસઆઇટીની કાર્યવાહી કહી છે.એસઆઇટી ૫૦થી વધુ લોકો સાક્ષી બનાવશે. રાજકોટ ગેમઝોનમાં ૩૩માંથી ૩૦ કર્મચારીઓનો બચાવ થયો હતો. સૂત્રો અનુસાર ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટીએ અમુક લોકોના નિવેદન લીધા છે. તેમજ અમુક લોકો મહત્વના સાક્ષી બનશે