ગાંધીનગર, ગાંધીનગરમાં ગામડીવાલા મિલ્ક પ્રોસેસરમાં ભેળસેળવાળુ દૂધ પકડાયુ છે. ગાંધીનગર કોર્પોરેશન અને SOGની ટીમે રેડ કરીને શંકાસ્પદ દૂધ અને દૂધની બનાવટના કુલ ૧૧ નમુના લીધા છે. સાથે જ ૫ હજાર લીટર જથ્થાનો નાશ કર્યો છે.ગાંધીનગરમાં ગામડીવાલા મિલ્ક પ્રોસેસરમાં ભેળસેળવાળુ દૂધ પકડાયુ છે. ગાંધીનગર કોર્પોરેશન અને ર્જીંય્ની ટીમે રેડ કરીને શંકાસ્પદ દૂધ અને દૂધની બનાવટના કુલ ૧૧ નમુના લીધા છે.
ગાંધીનગરમાં ગામડીવાલા મિલ્ક પ્રોસેસરમાંથી ૮૩ હજાર રુપિયાની કિંમતના શંકાસ્પદ ચીઝ અને પનીરનો ૩૦૭ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ભેળસેળવાળા દૂધના કૂલ ૫ હજાર લીટર જથ્થો નાશ કરવામાં આવ્યો છે. જેની કિંમત ૨.૫૦ લાખ રુપિયા જેટલી થાય છે. આ સ્થળેથી દૂધમાં પ્રતિબંધિત માલ્ટોડેક્ષટ્રીન પાઉડરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે.
સ્થળ પરથી માલ્ટોડેક્ષટ્રીન પાઉડરની ૯ ખાલી બેગ તથા૧ ભરેલી બેગ મળી આવી છે. જેનાથી દૂધમાં ભેળસેળ થતી હોવાનું અનુમાન છે.જેના પગલે દૂધની બનાવટના ૧૧ જેટલા નમુના પણ લેવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.