
ખેડા, ખેડા જીલ્લાના ગળતેશ્વર ના માલવણ ગામે નજીવી બાબતે થયેલ બે જુથ અથડામણમાં મારામારી થતા 7 વ્યકિતઓને ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગળતેશ્વર તાલુકાના માલવણ ગામે ભેલાણ જેવી બાબતે મામલો બીચકયો હતો. બન્ને જુથો સામસામી આવી ગયા હતા અને છુટા હાથે મારામારી થતાં વાતાવરણ તંગ બની જવા પામ્યુંં હતું. બન્ને જુથો વચ્ચે થયેલ મારામારીમાં કુલ 7 વ્યકિતઓને ઇજાઓ થવા પામી હતી. તમામને સેવાલીયા ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંં આવ્યા છે. માલવણ ગામે થયેલ જુથ અથડામણની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. સ્થિતી ઉપર કાબુ મેળવ્યો હતો.
ઈજાગ્રસ્તો….
દેતાઈ જયંતિભાઇ પરમાર, સુરેશ પ્રભાતભાઈ પરમાર, અનિલ રમેશભાઇ પરમાર, નવંગ કાળુભાઇ ભરવાડ, વિજય શાંતિલાલ પરમાર.