જયપુર,કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજસ્થાનના રાજકારણનો રાવણ કહ્યા પછી, ગેહલોતે વળતો પ્રહાર કરતા કહ્યું કે સિંહ સંજીવની કૌભાંડમાં ટૂંક સમયમાં જેલમાં જઈ શકે છે. ગેહલોતે કહ્યું, ગજેન્દ્ર સિંહના મિત્રો જેલમાં બેઠા છે… તેઓ પણ ગમે ત્યારે જેલમાં જઈ શકે છે. સિંહ અને બીજેપીના અન્ય નેતાઓ હવે મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તે કહે છે કે અશોક ગેહલોત ’રાવણ’ જેવા છે. પણ ભાઈ (સિંહ), તમે પૈસા લૂંટ્યા, તમારા મિત્રો જેલમાં છે. તમે ગમે ત્યારે જેલમાં પણ જઈ શકો છો, આવી સ્થિતિ છે.
અશોક ગેહલોતે કહ્યું, ગજેન્દ્ર સિંહના મિત્રો જેલમાં બેઠા છે. તેઓ પણ ગમે ત્યારે જેલમાં જઈ શકે છે. ગજેન્દ્ર સિંહ શેખાવત અને બીજેપીના અન્ય નેતાઓ હવે મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તે કહે છે કે અશોક ગેહલોત ’રાવણ’ જેવા છે. પણ ભાઈ ગજેન્દ્રસિંહ શેખાવત, તમે પૈસા લૂંટ્યા, તમારા મિત્રો જેલમાં છે. તમે ગમે ત્યારે જેલમાં જઈ શકો છો, આવી સ્થિતિ છે. ગેહલોતે એમ પણ કહ્યું કે શેખાવત કહે છે કે તે આરોપી નથી. તમે આરોપી નથી ત્યારે જામીન માટે હાઈકોર્ટમાં કેમ ગયા?
આ પહેલા ગુરુવારે શેખાવતે ચિત્તોડગઢમાં રેલી દરમિયાન ગેહલોત અને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. સિંહે પોતાના ભાષણના અંતે કહ્યું હતું કે, જો તમે રાજસ્થાનના રાજકારણના રાવણ અશોક ગેહલોતના શાસનને ખતમ કરવા માંગતા હોવ તો હાથ ઉંચા કરો. રાજસ્થાનમાં ’રામ રાજ્ય’ની સ્થાપના માટે સંકલ્પ લો. પોતાના ભાષણ દરમિયાન તેમણે પેપર લીક અને ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે જ્યારે ભાજપની સરકાર આવશે ત્યારે સીબીઆઈ તપાસ થશે.