ગેરકાયદેસર વિદેશ મોકલવાના કૌંભાડમાં તપાસનો ધમધમાટ, ૩ કૌભાંડીઓ સકંજામાં

આણંદ,

નકલી સર્ટિફિકેટ ના આધારે વિદેશ મોકલવાનુ કૌભાંડ ઝડપાયુ છે. આરોપીઓ પાસેથી નકલી ૧૮૯ સર્ટિફિકેટ મળી આવ્યા છે. આ મામલે હવે તપાસ પણ તેજ કરાઈ છે એસઓજી એ નરસંડાના રોનક હિંમાશુ પંડ્યાની અટકાયત કરી છે. તો સાથે જ અન્ય બે આરોપીઓ આણંદના દેવેન્દ્ર પટેલ અને વડોદરાના નિશીથ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, તપાસમાં રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આરોપીઓ પાસેથી ૧૮૯ બનાવટી સર્ટિફિકેટ, પાસબુક, ચેકબુક અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજ કબ્જે કર્યા છે, આણંદ એસઓજીએ બાતમીના આધારે ચાંગા ગામના લોટસ પ્રાઇમ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નં.૨માં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દુકાનની અંદર એક શખ્સ મળી આવ્યો હતો. તેની અટક કરી પુછપરછ કરતાં તે રોનક હિમાંશુ પટેલ હોવાનું જણાવ્યું હતું અને પોતે વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને વિદેશ મોકલવા અંગેના વીઝા અંગેનું કામ કરતાં હોવાનું જણાવ્યું હતું.