મુંબઇ, આજથી ૨૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી સની દેઓલે ગદરમાં તારા સિંહ બનીને ચાહકોના દિલ પર રાજ કર્યું હતું. હવે ફરી એકવાર અભિનેતા ચાહકોના દિલ પર રાજ કરવા આવી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થવામાં વધુ સમય બાકી નથી. આ જ કારણ છે કે સની દેઓલ અને અમીષા પટેલ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં ચાહકો ફરી એકવાર તારા અને સકીનાને જોવા માટે તૈયાર છે. પરંતુ આ દરમિયાન અમીષા પટેલે એવો ખુલાસો કર્યો છે, જે જાણીને ફેન્સ ચોંકી ગયા છે.
વાસ્તવમાં, અભિનેત્રી અમીષા પટેલે સોશિયલ મીડિયા પર મે મહિનામાં ચંદીગઢમાં ગદર ૨ ના છેલ્લા શેડ્યૂલના શૂટિંગ દરમિયાન કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. અમીષાએ ટ્વીટ કર્યું, ફિલ્મનું નિર્માણ નિર્દેશક અનિલ શર્માના પ્રોડક્શન હાઉસ દ્વારા સંભાળવામાં આવ્યું હતું, પરંતુ પ્રોડક્શન હાઉસે મેક-અપ કલાકારોથી લઈને કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ સુધીના ઘણા કર્મચારીઓને પગાર ચૂકવ્યો નથી અને તેઓને ફિલ્મ વિશે ખબર નથી.
અમીષાએ આગળ લખ્યું કે, પગાર સિવાય, આ બધાને શૂટના છેલ્લા દિવસે રહેવા, ચંદીગઢ એરપોર્ટ પર પરિવહન, ખાવાનું બિલ ચૂકવવામાં આવ્યું નથી. ઉપરાંત, કેટલાક કલાકારો અને ક્રૂ સભ્યોને કાર પણ આપવામાં આવી ન હતી, જેના કારણે તેઓ ફસાયા હતા. પરંતુ ફરીથી ઝી સ્ટુડિયોએ અનિલ શર્મા દ્વારા સર્જાયેલી આ સમસ્યાઓનું નિરાકરણ કર્યું. આ પછી અમીષા પટેલે બીજી એક ટ્વીટ કરી જેમાં તેણે ઝી સ્ટુડિયોનો દિલથી આભાર માન્યો.