ગોધરા,સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા ખાતે G20 ના ઉપક્રમે પ્રો. હાર્દિક શુક્લ અને પ્રો. અજય પટેલ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ વિભાગ, ગોધરાના PSI સી.ડી.ગોસાઈ દ્વારા 160 જેટલાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ને સાયબર ક્રાઇમ વિષય પર ખુબ જ રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે લોકો સાથે કોઈપણ પ્રકારે ઓનલાઇન ફ્રોડ ન થાય તે માટે કઈ કઈ તકેદારી રાખવાની છે, તે ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. ઉપરાંત સિનિયર સીટીઝન લોકોને પણ કઈ કઈ તકેદારી રાખવાની છે. સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર, વેબસાઈટ વિગેરેની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કેટલાક ડેમોસ્ટ્રેશન વિડિઓ પણ બતાવ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા માટે સાયબર ક્રાઇમ ગોધરા વિભાગના PSI સાઠીયા, ASI એમ.કે.માછી તેમજ પો. કો. શકુંતલા બહેન, લીનાબહેન, યોગેશભાઈ તેમજ સંસ્થાના પ્રો. જી.એ.રાઠવા, પ્રો.એસ.એલ. પંચાલ, પ્રો. દીક્ષિત પાઠક, પ્રો.વિપુલ ભટ્ટ, પ્રફુલભાઇ ભીમસેન, પ્રો. રાકેશ સોની, પ્રો. નીતિ દેસાઈ, પ્રો. અનંત શેઠ, પ્રો. અલ્પેશ મહેતા વિગેરેનો સહકાર પણ મળી રહ્યો હતો. પ્રો. હાર્દિક શુક્લ એ જણાવ્યું હતું કે, અધિકારીઓએ અને તેમની ટીમે અમારા વિદ્યાર્થીઓને ખુબ રસપ્રદ રીતે માહિતી આપી અને સાયબર ક્રાઇમ રોકવા વિદ્યાર્થીઓ પોલીસ દળ માટે સ્વયંસેવકનું પણ કામ કરી શકે છે, એમ પણ જણાવ્યું હતું.