મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામના સમાજ સેવક હાર્દિક પંચાલ કે જેઓ સારી નામના ધરાવે છે. તેમને ગુજરાત ના શ્રેષ્ઠ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. એવા 108ના હુલામણા નામ થી જાણીતા પ્રોફેસર હાર્દિક પંચાલને વડોદરા ખાતે રવિવારે 30/6/2024 નારોજ જી સિને મીડિયા એવોર્ડ્સ પ્રાપ્ત થયો.
મહીસાગર જીલ્લાના પાંડરવાડાનો આ નવયુવાન આશરો ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી તરીકેની જવાબદારી અદા કરનાર આ યુવાને જુદા જુદા રાજ્યની જેમાં આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની કેટલીય 228 જેટલી પરિવાર થી વિખૂટી પડેલ મહિલાને રેસ્ક્યું કરી સરકારની 181 અભ્યમ મહિલા હેલ્પ લાઇનનો સહારો લઈને પરિવાર સુધી પહોંચતી અને જો પરિવારના મળી શક્યો હોય તો એમને નજીકના આશ્રમમાં મૂકે. હમણાં જ તાજેતરમાં જ તામિલનાડુની મહિલાને પોતાના પરિવાર સુધી પહોચતી કરી હતી. આવુ ઉત્કૃષ્ઠ કાર્ય કરનાર આ એમ.એ., બી.એડ., એમ.એડ. નવયુવાનને સાચે ધન્યવાદને પાત્ર છે.
અગાઉ પણ 34 જેટલા એવોર્ડ્સ મેળવનાર આ નવયુવાનને અમીર સત્યા ફાઉન્ડેશન એવોર્ડ્સ હરિયાણા, ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ્સ દિલ્હી, અંખડ ભારત, રાષ્ટ્રવાદી સેવા દળ, ગુજરાત ગૌરવ સેના, નવરત્ન એવોર્ડ્સ, વિજીવકર્મા રત્ન એવોર્ડ ઓફ ધ યર 2021 પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ, શાન એ ઇન્ડિયા એવોર્ડ્સ વિજેતા નિશા હોમ કેર અલવર, ગુજરાત સિને મીડિયા એવોર્ડ્સ વડોદરા, ગુજરાત રાજ્ય બેસ્ટ સમાજ સેવા જેવા કેટલાય એવોર્ડ્સ મેળવી ચૂકેલા આ નવયુવાનનું કાર્ય આપણને કાઈક કરવાની પ્રેરણારૂપ બને છે.એટલું જ નહિ 122 જેટલા મંદ બુદ્ધિ અને પરિવાર થી વિખૂટા પુરૂષને પણ રેશક્યું કરીને ઘરે પહોચાડે છે.
730 જેટલા સન્માન પત્રો થી સન્માનિત આ યુવાને આજ સુધી 55 જેટલા આંખોના નેત્ર નિદાનના કેમ્પ કરીને 32,000 જેટલા વ્યક્તિને ચેક અપ કરાવી 6200 જેટલા લોકોને મફત મોતિયાના ઓપરેશનનું કાર્ય કર્યું છે. એટલું જ નહિ 152 જેટલા લોકોને ભયંકર કટોકટીની દરેક ક્ષણ માંથી રસ્તા પર અકસ્માત જોતા જ પોતાના જીવની પણ પરવાહ કર્યા સિવાય જીવ બચાવ્યો છે. માનવ તો માનવ પણ વન્ય જીવોને પણ રસ્તા પર થી જીવ બચાવ્યો છે. કોરાનાના કપરા સમયમાં કોઈ કોઈ ને હાથ પકડવા રાજી ન હોતું. ત્યારે આ યુવાન સરકારી વહીવટી તંત્રને સાથે રહી 24 કલાક કાર્યમાં સાથ આપતો હતો.
હમણાં જ આ યુવાને સરકારની જાહેર વળતર મુજબ સાહસ શોર્ય સેવા (વ્યક્તિગત) ક્ષેત્ર વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડ્સમાં નામના માટે અરજી કરેલ છે. એક આગવું વ્યક્તિત્વ કાઈક કરી છૂટવાની ભાવના ધરાવતી છાપ જીવની પણ ચિંતા કર્યા સિવાય હંમેશા કટોકટીની દરેક પળમાં કાર્ય કરતા આ યુવાન આશરો ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમને વેગ આપી ગમે ત્યાં પહોંચી જાય છે અને મદદરૂપ બને છે. કેટલીયવાર બિનવારસી અને પરિવાર થી વિખૂટી મહિલાની જુદા જુદા રાજ્યોની ભાષા સમજમાં ન આવતા બહારના રાજ્યોમાંથી બેંકમાં સારી પોસ્ટ ધરાવતા વ્યક્તિને વિડિયો કોલના માધ્યમથી એનું સાચું સરનામું મેળવી ચૂકે છે. ધન્ય છે, આવા નવ યુવાનને સાચે એક મહીસાગરના જીલ્લાનું ગૌરવ કહી શકાય.