જી-૭ દેશો રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુકશે,સુરતના હીરાના ઉદ્યોગકારોની મુશ્કેલી વધી શકે છે

Surat : સુરતના હીરા ઉદ્યોગકારો (Diamond industrialists) ફરી મુશ્કેલી વધી શકે છે. કારણ કે G-7 દેશોએ રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહ્યું છે. જો હીરા પર પ્રતિબંધ મુકાશે તો તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર થશે. હીરા ઇમ્પોર્ટ રોકવા માટેના કાયદાનો અમલ કઇ રીતે કરાશે તે અંગે હીરા ઉદ્યોગકારો દ્વિધામાં મુકાયા છે.

હીરા ઉદ્યોગકારોનું કહેવું છે કે ભલે કાયદા બની જાય પણ તેનો અમલ કઇ રીતે કરાશે અને કયા હીરા માટે કરાશે તે ગૂંચવણો ભરેલું છે…મહત્વનું છે કે ભારતના હીરાઉદ્યોગકારો રશિયા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિતના દેશોમાંથી રફ હીરા ઇમ્પોર્ટ કરે છે. જે પૈકી રશિયાના હીરા અન્ય માઇન્સ કરતાં વધારે ઇમ્પોર્ટ થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પછી અમેરિકા સહિતના કેટલાક દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે રશિયાના હીરા નહી ખરીદવાનો નિર્ણય લીધો છે. હવે જી-૭ દેશોએ પણ રશિયાના હીરા અંગે ચર્ચા વિચારણા કરી તેના પર અંકુશ મૂકવા માટે નિયમ ઘડી રહ્યા છે.