G-20ની પ્રથમ બેઠકની યજમાની કરવા ગુજરાત સજ્જ ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે બિઝનેસ-20 ઇન્સેપ્શનની બેઠક

  • Gujarat’s G20 Connect મી જાન્યુઆરી એ વિશેષ સેશનનું આયોજન.
  • ગુજરાત સરકારે હાથ ધરેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે સેશનમાં ચર્ચા-વિચારણા થશે.
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એકવર્ષ માટે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે.

ગાંધીનગર,

ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ-અલગ સ્થળોએ કુલ 15 જી20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ-20(B20) ઇન્સેપ્શનની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઇન્સેપ્શન મીટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે Gujarat’s G20 Connect વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે.

આસેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌ-પ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યાર બાદ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયનબેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર શ્રી હિસાનોરી તાકાશીબા Gujarat: Accelerating Inclusive Groth And suistainable Developement વિષય પર તેમના વિચારો રજૂ કરશે.

આ ઉપરાંત સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન શ્રી પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટી વડીરેક્ટર શ્રી કુલીનલાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા એશિયામાં સૌ-પ્રથમવાર શરૂ કરવામાં આવેલો ક્લાઈમેટ ચેન્જનો સ્વતંત્રવિભાગ, મોઢેરા ખાતે શરૂ કરવામાં આવેલો દેશનો સૌપ્રથમ સોલાર પાર્ક, ભારતનું સૌપ્રથમ 24×7 સોલાર પાવર સંચાલિત ગામ-મોઢેરા અને ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા જેવી વિશેષ પહેલો ગુજરાતને ગ્લોબલ વેલ્યુચેઈન સાથે જોડવાનું કામ કરશે. આવિ વિધ વિષયો પર સેશનમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.