અમદાવાદ,
જી ૨૦ એનર્જી વર્કિંગ ગૃપના ૧૨૦ જેટલા પ્રતિનિધિઓ આગામી ૩ અને ૪ એપ્રિલે મોઢેરા સૂર્યમંદિર અને સોલાર પાર્ક પ્રોજેક્ટની મુલાકાત કરશે જી-૨૦ વસુધૈવ કુટુંબકમ. વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર. આ આદર્શ સાથે જી-૨૦ની અધ્યક્ષતા હેઠળ ભારતમાં કુલ ૨૯ જગ્યા પર જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧- ડિસેમ્બર ૨૦૨૨ થી ૩૦ -નવેમ્બર ૨૦૨૩ ભારત જી-૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. જી-૨૦ એટલે કે ગૃપ-૨૦. આ વખતે ભારતની અધ્યક્ષતામાં આ સમિટ આયોજિત થઈ રહી છે.જેમા ગુજરાતના કચ્છનું રણ ,ગાંધીનગર, સુરત આ ત્રણ શહેરોમાં જી-૨૦ ની બેઠક યોજાઈ છે. જ્યારે પંજાબમાં જોઈએ તો અમૃતસર, ચંદીગઢ, દિલ્હી, હરિયાણાના ગુરુગ્રામ, રાજસ્થાનના જોધપુર તેમજ ઉદયપુર, ઉત્તરપ્રદેશના લખનઉ તેમજ વારાણસીમાં જ્યારે મધ્યપ્રદેશના ખજુરાહો અને ઈન્દોરમાં બેઠક યોજાશે.
પશ્ર્ચિમ બંગાળમાં જોઈએ તો સીલીગુડી ખાતે અસમમાં જોઈએ તો ગુવાહાટી ખાતે અને મેઘાલયમાં સિલોંગ ખાતે, પશ્ર્ચિમ બંગાળના કોલકત્તામાં જ્યારે ઓરિસ્સાના ભુવનેશ્ર્વરમાં, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમ, તેલંગાણામાં હૈદરાબાદ, મહારાષ્ટ્રમાં પુણે, મુંબઈ અને ગોવામાં, કર્ણાટકમાં બેંગલોર, તમિલનાડુમાં ચેન્નઈ અને મહાબલીપુરમ ખાતે તેમજ કેરળમાં કોચી અને કુમારકોમ ખાતે અને તિરુવનન્તપુરમ ખાતે આ બેઠક યોજાશે.
ભારતમાં તેમજ ગુજરાતના ત્રણ શહેરોમાં આ સમિટ ચાલી રહી છે .આગામી ૦૨ એપ્રિલથી ૦૪ એપ્રિલ દરમિયાન જી-૨૦ની બીજી એનર્જી વર્કિંગ ગૃપની બેઠક ગાંધીનગરમાં યોજાવાની છે. જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારા ૧૨૦ જેટલા પ્રતિનિધિઓ આગામી ૦૩ અથવા ૦૪ એપ્રિલે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે.
મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા સોલર પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ, ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયુ છે. ૦૩ અથવા ૦૪ અપ્રિલે સાંજે ૦૪-૩૦ કલાકે આ પ્રતિનિધિ મંડળ પ્રથમ સુજાણપુરા સોલર પ્લાન્ટ તેમજ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે. જેમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જી-૨૦ ગૃપ એટલે કે જી-૨૦ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું પ્રમુખ મંચ છે. જ્યાં દરેક પ્રમુખ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર વૈશ્ર્વિક સંરચના અને નિયમ નિર્ધારિત કરવા તથા તે મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું કામ કરે છે. ૧૯ દેશો જેમ કે આરજન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન ,ફ્રાન્સ ,જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી,જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા ,યુનાઈટેડ કિંગડમ, અને સંયુક્ત રાજ્ય અમેરિકા, તેમજ યુરોપીય સંઘ સમ્મેલિત છે.