ફૂટ મસાજર, ક્રોકરી અને ફર્નિચર પર ખર્ચ કરાયો રેલવે સુરક્ષા માટેનો કેન્દ્રનો વિશેષ ફંડ

નવીદિલ્હી, રેલવે સુરક્ષા સુધારવા માટે ૨૦૧૭માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ રાષ્ટ્રીય રેલવે સુરક્ષા નિધી આ સ્પેશિયલ ફંડનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કેગના અહેવાલમાં કરવામાં આવ્યો છે.

મોદી સરકાર દ્વારા રાષ્ટ્રીય રેલવે રાષ્ટ્રીય રેલવે સુરક્ષા નિધી આ વિશેષ ફંડનો મસાજર, ક્રોકરી, ઇલેક્ટ્રીકના સાધનો, ફર્નિચર, ઠંડીમાં પહેરી શકાય તેવા જેકેટ, કમ્પ્યુટર અને એસ્કેલેટર ખરીદી કરવા માટે , બગીચાના વિકાસ માટે શૌચાલય બનાવવા માટે, પગાર તથા બોનસ આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭-૧૮ના કેન્દ્રિય બજેટમાં ૫ વર્ષ માટે એક લાખ કરોડ રુપિયાની જોગવાઇ સહિત રેલવે સુરક્ષા સુધારવા માટે રાષ્ટ્રીય રેલવે સુરક્ષા નિધીની સ્થાપના કરવામાં આવી હતી.

કેગના રિપોર્ટ મુજબ ડિસેમ્બર ૨૦૧૭, માર્ચ ૨૦૧૯, સપ્ટેમ્બર ૨૦૧૯ અને જાન્યુઆરી ૨૦૨૧ માટે ૧૧,૪૬૪ વાઉચરનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જે ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ના ૪૮ મહિનાના સમયગાળા દરમીયાન દરેક રેલવે ઝોનના બે વિભાગોમાં આ ઓડિટ કરવામાં આવ્યું હતું.

સુરક્ષામ માટેના વિશેષ ફંડમાંથી ૪૮.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ ખોટી રીતે બતાવવામાં આવ્યો હોવાનું આ તપાસમાં જાણવા મળ્યું છે એવી માહિતી એક વેબપોર્ટલમાં આપવામાં આવી છે.

૨૦૧૭-૧૮ના બજેટમાં આ યોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તે વખતે તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા માટે પાંચ વર્ષના સમયગાળામાં ૧ લાખ કરોડ રુપિયાનો સુરક્ષા ફંડ તૈયાર કરવામાં આવશે.

સરકાર પાસેથી મળેલ ફંડ ઉપરાંત રેલવે તેના ટેક્સીસ અને અન્ય સ્રોતમાંથી બચેલા સંસાધનોની વ્યવસ્થા કરશે. હવે એક ટ્વીટના માધ્યમથી કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર ટિકા છોડવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ફંડનો દુરુપયોગ કરવામાં મોદી સરકાર અવ્વલ છ

કેગના રિપોર્ટ મુજબ ભારતીય રેલવેએ નેશનલ રેલ સેટી ફંડમાંથી ફૂટ મસાજર, ક્રોકરી, ફર્નિચર, કારનું ભાડું, લેપટોપ ઉપરાંત અન્ય વસ્તુંઓની ખરીદી માટે આ વિશેષ ફંડ વાપરવામાં આવ્યો છે.

અધિકારીઓ બિનજરુરી વસ્તુંઓ પર પૈસા ખર્ચ કરતાં હોવાનો અહેવાલ કેગ દ્વારા આપવામાં આવ્યો છે આરઆરએસકે અંતર્ગત પ્રાયોરિટીમાં ન હોય એવા કામોમાં ૨૦૧૭-૧૮માં ૨.૭૬ ટકાથી ૨૦૧૯-૨૦માં ૬.૩૬ ટકા સુધીનો વધારો થયો હોવાનો અહેવાલ કેગ દ્વારા આપવામાં આવ્યો છે.