દાહોદ, ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશન મળી રહે તેવા શુભ આશયથી ફ્રેન્ડ્સ ગ્રુપ ઠક્કર ફળિયા દ્વારા મોટીવેશન શુભેચ્છા કાર્યક્રમ 24 /2 /2024 ને સાંજે 5:00 વાગે રાખવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા આપતા ઠક્કર ફળિયાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, મોટીવેશન ભયમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ વોર્ડ નંબર-3 ના કાઉન્સિલર ઈસ્તિયાકભાઈ સૈયદ મુખ્ય નિવૃત શિક્ષિકા સાબેરાબેન, અતિથિ વિશેષ કમલેશ લીમ્બાચીયાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કમલેશ લીમ્બાચીયા અને ઇરફાન મોગલ દ્વારા બોર્ડના પરીક્ષા આપતા 20 બાળકોને એક્ઝામપેડ, કંપાસ, બોલપેન, કેડબરી અને કલગી રૂપે શુભેચ્છા આપી અને ખૂબ સારૂં પરિણામ લાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષક ગણ શબનમબેન, ઈકબાલભાઈ ભાભોર, ઈશરતબેન ઉપરાંત ડો. ઇઝહાર શેખ, ઈરફાન મલેક, સલીમભાઈ, આબીદભાઈ શેખ જેવા અગ્રણીઓ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાવેદભાઈ મુન્સી તેમજ આભારવિધિ નઈમભાઈ મુન્સી દ્વારા કરવામાં આવી હતી. આવા મોટીવેશનના કાર્યક્રમો દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરૂં પાડી શકાય છે. આ કાર્યક્રમમાં 9 થી 12 ના ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.