ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી હડમતીયા ગામેથી 04 ફૂટના મગરના બચાનું રેસ્ક્યુ કરાયું

તા.10.8.2023ને ગુરૂવારના રોજ લગભગ રાતનાં 10.30 વાગે ગળતેશ્ર્વર તાલુકાના હડમતીયા ગામે તેના નજીક માં આવેલા એક તળાવ માંથી 4 ફૂટ જેટલી લંબાઈ ધરાવતું એક મગરનું બચ્ચું ગામમાં આવી જતા લોકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ ત્યાંના જાગૃત નાગરિક પરમાર રાકેશભાઈએ ત્યાંના નજીકના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટ NGOના ગળતેશ્ર્વર તાલુકાના પ્રમુખ રામસિહ પરમારને જાન કરી હતી. તેમને તાત્કાલિક વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યુ હતું. જેમાં વન વિભાગ માંથી ફોરેસ્ટર પ્રદીપભાઈ ભરવાડ અને NGOના સભ્યો કૌશિક પરમાર અને જયેશ પરમાર સાથે મળીને રેસ્ક્યુ કાર્ય કરી પ્રાથમિક ચકાસણી કરીને તેને માનવ વસવાટ થી દૂર છોડી દેવામાં આવ્યું હતું.