ફ્રાન્સમાં પ્રથમ રાઉન્ડના મતદાન બાદ જમણેરી પાર્ટી નેશનલ રેલીએ મોરચો સંભાળ્યો છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ જમણેરી પક્ષને ફ્રાન્સના લોકોએ આટલો પસંદ કર્યો હોય. નેશનલ રેલી પાર્ટી ૩૩.૧ વોટ સાથે પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ડાબેરી ગઠબંધનને ૨૮ ટકા વોટ મળ્યા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી ૨૦.૭ ટકા વોટ સાથે ત્રીજા ક્રમે છે. પરંતુ પ્રથમ રાઉન્ડમાં કોઈપણ પક્ષને ૫૦ ટકા મત ન મળવાને કારણે આ ચૂંટણી બીજા રાઉન્ડમાં ખસેડવામાં આવી છે.
બીજા તબક્કાનું મતદાન ૭મી જુલાઇને રવિવારના રોજ યોજાનાર છે અને જમણેરી ઉમેદવારોને રોકવા માટે અત્યારથી જ શતરંજના પાટીયા નાખવાનું શરૂ થઇ ગયું છે. લે પેનની જમણેરી પાર્ટી, નેશનલ રેલી, ઇમિગ્રન્ટ વિરોધી અને ઇસ્લામોફોબિક નીતિઓને સમર્થન આપે છે. મેક્રોનની મયવાદી પાર્ટી અને ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (દ્ગહ્લઁ), દસ ડાબેરી પક્ષોનું સંગઠન, રાષ્ટ્રીય રેલીને રોકવા માટે એક્સાથે આવ્યા છે.
રન-ઓફ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પહેલા, મયવાદી પક્ષ અને ડાબેરી પક્ષોના ઘણા ઉમેદવારોએ મંગળવારે તેમના નામ પાછા ખેંચી લીધા છે. દક્ષિણપંથી પક્ષની જીત પર પૂર્ણવિરામ મૂકવા માટે આવું થયું છે.
યુરોપીયન ચૂંટણીમાં તેમના પક્ષની હાર બાદ મેક્રોને જૂનમાં સંસદીય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ તેમનું આ પગલું તેમના પર ફરી વળ્યું છે અને યુરોપિયન યુનિયનની ચૂંટણીઓ પછી, જમણેરી પક્ષ નેશનલ રેલીએ ફ્રેન્ચ સંસદીય ચૂંટણીમાં તેમને પાછળ છોડી દીધા છે. નેશનલ રેલીના વડા લે પેને મંગળવારે કહ્યું કે જો પાર્ટીને પૂર્ણ બહુમતી ન મળે તો પણ તે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સની ૫૭૭ સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં પૂર્ણ બહુમત માટે ૨૮૯ સીટોની જરૂર છે.
મેક્રોનની સેન્ટ્રિસ્ટ પાર્ટી અને ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ આશા રાખી રહ્યા છે કે સાથે આવીને તેઓ જમણેરી પાર્ટીને રોકશે. રાષ્ટ્રપતિ મેક્રોને રાષ્ટ્રીય રેલીને સત્તામાં આવવાથી રોકવા માટે મંગળવારે એલિસી પેલેસમાં મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડાબેરી પક્ષોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. એલએફઆઈના નેતા ફ્રાક્ધોઈસ રફિને બેઠક બાદ કહ્યું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રેલીને પૂર્ણ બહુમતી સાથે રોકવાનો છે અને અમે આ અંગે એક્તા ધરાવીએ છીએ. સેન્ટ્રિસ્ટ પાર્ટી અને ડાબેરી પક્ષોના જોડાણ બાદ હવે તે બેઠકો માટે જ્યાં ત્રિકોણીય ચૂંટણી હતી તેના માટે માત્ર બે જ ઉમેદવારો રન-ઓફ રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે.
ફ્રાન્સમાં દ્વિસ્તરીય સરકારી વ્યવસ્થા છે. અહીં સરકારના વડા વડાપ્રધાન છે. દેશના વડા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને સીધી જનતા દ્વારા ચૂંટાય છે. બંનેની સત્તા અને જવાબદારી વહેંચાયેલી છે. આ સંસદીય ચૂંટણીમાં જે પક્ષ અથવા ગઠબંધન ૫૦ ટકાથી વધુ બેઠકો મેળવશે તે સરકાર બનાવશે અને તેના નેતાને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બનાવવામાં આવશે. દેશના મહત્વના નિર્ણયો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને એક્સાથે લેતા હોય છે.