મુંબઇ,રાજસ્થાનની ૧૯ વર્ષની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૩નો એવોર્ડ જીત્યો છે. શ્રેયા પૂંજાને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી. જ્યારે થૌનાઓજમ લુવાંગને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો હતો. સિની શેટ્ટી ગયા વર્ષની મિસ ઈન્ડિયા રહી હતી. તમને જણાવી દઈએ કે મણિપુરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.
નંદિની ગુપ્તા વિશે વધુ માહિતી આપીએ. નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે. સાથે જ તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તેને લાંબા સમયથી મોડેલિંગનો શોખ હતો, જે તેને આજે આ સ્થાને લાવી છે. મોડલિંગની સાથે સાથે નંદિની અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર છે. તેમણે અભ્યાસ સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો હતો. તે લાલા લજપત રાય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે તે માત્ર ૧૦ વર્ષની હતી ત્યારે તેણે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવવાનું સપનું જોયું હતું, જ્યારે ૧૯ વર્ષની ઉંમરે તેણે આ સપનું સાકાર કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, ફેમિના મિસ ઈન્ડિયાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા નંદિની ગુપ્તાના ફોટો પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં તે આ સ્પર્ધાનો તાજ પહેરીને સ્ટેજ પર ખૂબ જ સુંદર રીતે હસતી જોવા મળે છે. આ કોમ્પિટિશનમાં રનર્સ અપ રહેલા શ્રેયા પૂંજા અને થૌના ઓઝમ લુવાંગ પણ આ ફોટોમાં તેની સાથે જોવા મળે છે.
ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૩નો ખિતાબ જીતનાર નંદિની ગુપ્તાના લૂક વિશે વાત કરીએ તો તે એકદમ સ્ટાઇલિશ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, જ્યાં તે અવારનવાર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, જેને જોઈને તેની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે.