કોરોના વાયરસનાં વધતા કેસનાં પગલે ફ્રાન્સે સમગ્ર દેશમાં જાહેર આરોગ્યને લઇને ઇમર્જન્સિની ઘોષણા કરી છે, આનાથી ફ્રાન્સનાં વહીવટીતંત્રને કોરોના સામેની લડાઇમાં બળ મળશે, જેનો ઉપયોગ કોરોનાનો ફેલાવો રોકવા માટે બનાવવા આવેલા નિયમોને લાગુ કરવામાં થઇ શકશે.
દેશમાં ઇમર્જન્સિ લાગુ કરાયાની માહિતી આપતા ફ્રાંસની સરકારે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળોએ જાહેર આરોગ્યની ગંભીર અને મોટી સંમસ્યા ઉભી કરી છે. અને લોકોનાં આરોગ્યને જોખમમાં મુકી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા માર્ચમાં ફ્રાંસની સરકારે દેશમાં કોરોનાનાં પગલે પબ્લિક હેલ્થ ઇમર્જન્સિ લાગુ કરવાની ઘોષણા કરી હતી, આ સમયે રોગચાળાનાં પગલે ફ્રાંસની હોસ્પિટલોમાં દર્દીઓનું ઘોડાપૂર આવ્યું હતું અને તેની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડવા લાગી હતી.
સરકાર દ્વારા ઇમર્જન્સીની ઘોષણા કરવામાં આવી છે પરંતું તેનાથી કોરોના રોગચાળાનો ફેલાવો રોકવા માટે કયા પ્રકારનાં પગલા લેવામાં આવશે, તેની કોઇ માહિતી આપવામાં આવી નથી, જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર લોકોનાં આરોગ્યનો ખ્યાલ રાખતા કેટલાક પગલા લઇ શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ફ્રાન્સમાં કોરોના વાયરસના કુલ કેસ 779,063 પર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,591 થી વધુ નવા કેસ નોંધાયા છે અને 104 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વર્લ્ડો મીટર અનુસાર, ફ્રાન્સમાં કોરોનાથી મૃત્યુઆંક 33,037 પર પહોંચી ગયો છે.