ફ્રાન્સની પ્રજાએ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ દેશની કમાન દક્ષિણપંથીઓના હાથમાં સોંપવા માંગતા નથી. તેમણે યુરોપીયન ચૂંટણીઓમાં તેમને મોટી જીત અપાવી. સંસદીય ચૂંટણીના પહેલા રાઉન્ડમાં તેમને મોટી જીત અપાવી. પરંતુ જ્યારે ખરેખર મત આપવાનો વારો આવ્યો ત્યારે જેવું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયું હતું તેવું થયું અને તેઓ પાછળ હટી ગયા. ચૂંટણીમાં ભારે મતદાન બાદ એવું લાગતું હતું કે પરિણામ ચોંકવનારા હોઈ શકે છે. પરિણામોથી એ પણ જોવા મળ્યું કે નેશનલ રેલીને રોકવા માટે મતદારોએ મોટા પાયે મતદાન કર્યું.
ફ્રાન્સના ગૃહ મંત્રાલયે થયેલી ચૂંટણીના અંતિમ પરિણામોને કન્ફર્મ કરતા કહ્યું કે સૌથી વધુ ૧૮૨ સીટો પેન-લેટ ગઠંબધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટે જીતી. ઈમેન્યુઅલ મેક્રોનની મયમાર્ગી એનસેમ્બલ પાર્ટીએ ૧૬૩ સીટો જીતી જ્યારે જીતના પ્રબળ દાવેદાર ગણાતા દક્ષિણપંથી ગઠબંધન ત્રીજા નંબરે આવ્યું. નેશનલ રેલી અને સહયોગીઓ ફક્ત ૧૪૩ સીટો જીતી શક્યા. મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ૬૬.૬૩% મતદાન થયું.
મતદારોએ જીવન નિર્વાહ સંકટ અને નાકામ જાહેર સેવાઓની સાથે સાથે ઈમિગ્રેશન અને સિક્યુરિટી માટે મેક્રોન અને તેમના સત્તાધારી ગઠબંધનને સજા આપી. આરએનએ આ નારાજગીનો ફાયદો ઉઠાવ્યો. ભૂમયસાગરીય તટ સાથે પોતાના પરંપરાગત ગઢો અને દેશના બીજા ભાગમાં પોતાની કોશિશો વધારી પરંતુ સત્તા મેળવવા માટે આ પૂરતું નહતું.
આરએન માટે આ ઝટકો ઘણો મોટો છે. કારણ કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ઓપિનિયન પોલ તેમની સરળ જીતની ભવિષ્યવાણી કરી રહ્યા હતા. જો કે ઘત અઠવાડિયે મતદાનના પહેલા દોર બાદ ડાબેરીઓ અને મયમમાર્ગી ગઠબંધનોએ ત્રણ તરફી મુકાબલામાં અનેક ઉમેદવારોને હટાવીને એક એકીકૃત આરએન-વિરોધી મતોને એકજૂથ કરવામાં મદદ કરી.
પોતાની પહેલી પ્રતિક્રિયામાં આરએન નેતા જોર્ડન બાર્ડેલાએ આરએન વિરોધી તાકાતો વચ્ચે સહયોગ એક અપમાનજનક ગઠબંધન ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ગઠબંધન ફ્રાન્સને પંગુ બનાવી દેશે. તેમણે તર્ક આપ્યો કે તેમની પાર્ટીની હાર ફક્ત મેક્રોન અને ડાબેરી એનએફપી ગઠબંધન સાથે થવાથી જ શક્ય થઈ શકી. દક્ષિમપંથને રોકવાના પ્રયત્નોમાં આ અઠવાડિયે ૨૦૦ ઉમેદવારોને રેસમાંથી પાછા લેવાનો નિર્ણય લેવાયો. મરિન લે પેને કહ્યું કે રવિવારના મતદાને જેમાં આરએનએ ગત ચૂંટણીની સરખામણીએ મોટી લીડ મેળવી, ભવિષ્ય માટે બીજ રોપ્યા છે. તેમણે કહ્યું કે અમારી જીતમાં બસ વિલંબ થયો છે. અત્રે જણાવવાનું કે ૨૦૨૭ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આરએનના ઉમેદવાર તેઓ હશે.
પેરિસમાં મોટી સંખ્યામાં દક્ષિણપંથી સમર્થકો ભેગા થયા હતા. ઉજવણીની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ પહેલા મતદાન બાદ આવેલા સર્વોએ ઝટકો આપ્યો છેે અને પછી વાસ્વિક પરિણામોએ આ સમર્થકોના હદયભગ્ન કર્યા. બીબીસીના જણાવ્યાં મુજબ એક દક્ષિણપંથી સમર્થક રોસા ગેવે ફ્રેન્ચ ઝંડો પકડતા કહ્યું કે અમે આ પરિણામથી દુખી, નિરાશ અને સ્તબ્ધ છીએ. અમે મેક્રોનના નેતૃત્વવાળા બેઈમાન ગઠબંધનના શિકાર છીએ જે અમને સત્તાથી દૂર રાખવા માંગે છે.
આરએનએ આશા મુજબ સારું પ્રદર્શન નથી કર્યું પરંતુ આમ છતાં આ ચૂંટણી તેમના માટે સંપૂર્ણ નકારાત્મક કહી શકાય નહીં. તેમના ભવિષ્ય માટે કઈક સારી આશાઓ લઈને આવી છે. કારણ કે આરએનને પ્રત્યેક ચૂંટણી સાથે વધુ મત મળી રહ્યા છે. ૨૦૧૭માં ૮, ૨૦૨૨માં ૮૯, ૨૦૨૪માં સહયોગીઓની મદદથી ૧૪૩ સીટો મળી છે.