પેરીસ, ફ્રાંસમાં ગર્ભપાતને બંધારણીય અધિકાર આપતો ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને આવો અધિકાર આપતો ફ્રાંસ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. અમેરીકા તથા તેના જેવા અન્ય દેશો કરતા પણ ફ્રાંસમાં ગર્ભપાતના અધિકારને વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત માનવામાં આવતો હતો અને તેને કાયદેસરતા માટે ફ્રાંસના લોકો સમર્થન આપતા હતા.
સાંસદો તથા સેનેટરોનાં મતદાન માટેના ખાસ સત્રમાં વડાપ્રધાન ગેબ્રીયલ અટ્ટલે કહ્યું કે, મહિલાઓને સંદેશ પાઠવી રહ્યા છીએ કે તેમનું શરીર તેમનું છે અને તેમના માટેનો નિર્ણય અન્ય કોઈ લઈ ન શકે.
ફ્રાંસમાં ૧૯૭૪ થી ગર્ભપાત માટે મહિલાઓને કાનુની અધિકાર હતો જ. તે વખતે તેની આકરી ટીકા થઈ હતી. આ નાણાકીય સુધારા અંતર્ગત ગર્ભપાતને સ્વતંત્રતાની ગેરંટી જાહેર કરવામાં આવી છે તેનો અર્થ એવો થાય છે કે ભવિષ્યમાં પણ કોઈ સરકાર કાયદામાં મોટા ફેરફાર કરી નહિં શકે.
ફ્રાંસના વડા એમ્યુનલ મેકોનની પાર્ટીનાં નીચલા ગૃહના અધ્યક્ષ પેલ બ્રોનવિપેટે કહ્યું કે ફ્રાંસ અગ્રેસર છે જોકે સરકારનાં આ નિર્ણયની એક વર્ગ આકરી ટીકા પણ કરી રહ્યો છે. મહિલા નેતાએ કહ્યું કે રાજકીય લાભ મેળવવા માટે આ નિર્ણય લેવાયો છે. કારણ કે દેશમાં ગર્ભપાતને અધિકાર આપવાને સમર્થન આપતા લોકોની સંખ્યા ઘણી મોટી છે.