- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે
- ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં શાંતિ માટે જાણીતું છેઃ પીએમ મોદી
- મને મળેલું સર્વોચ્ચ સમ્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છેઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં શાંતિ માટે જાણીતું છે. તે ફ્રાન્સ આવીને ગર્વ અનુભવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું, “ગઈકાલે મને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. તે સમગ્ર 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ વિશ્વ માટે ‘સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા’નું પ્રતીક છે. ભારત અને ફ્રાન્સ હંમેશા આતંકવાદ સામેની લડાઈમાં એકબીજાનાં સાથીઓ છે. “
મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું, “રક્ષા સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધારસ્તંભ છે. તે બંને દેશો વચ્ચેના ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. સબમરીન હોય કે નૌકાદળના જહાજો, અમે માત્ર આપણા પોતાના માટે જ નહીં. પરંતુ ત્રીજા મિત્ર દેશોના સહયોગ માટે પણ સાથે મળીને કામ કરવા માંગીએ છીએ.