ર્ડા. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિએ દાહોદમાં ભીમ યોધ્ધા પરિવાર મશાલ યાત્રા કાઢી

દાહોદ,ર્ડા. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ શહેર સહિત જીલ્લામાં ભીમ યોધ્ધા પરિવાર, દાહોદ તેમજ સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી, મશાલ યાત્રા કાઢી, રેલી કાઢી તેમજ જીલ્લામાં વિવિધ સ્થળોએ ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાલ ચઢાવી ઉજવણી કરી હતી.

ભીમ યોધ્ધા પરિવાર, દાહોદ દ્વારા ર્ડા. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ શહેરની પંકજ સોસાયટી ખાતે તારીખ 06.04.2024ના રોજ સાંજના 07.30થી રાત્રીના12.00 કલાકે કૃષ્ણ પ્રણામી મંદિર ચોક, પંકજ સોસાયટી, દાહોદ ખાતે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 13.04.2024ના રોજ સર્કિટ હાઉસથી આંબેડકર ચોક સુધી સાંજે 05.00થી રાત્રીના 10.00 કલાક દરમ્યાન શિક્ષાક્રાંતિ જ્યોતિરથ (મશાલ યાત્રા) કાઢવામાં આવી હતી. આજરોજ ર્ડા. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે સાંજે 05થી રાત્રીના 10.00 કલાક દરમ્યાન બાબાસાહેબ આંબેડકર વંદન રેલીનું આયોજન કરવામાં આ તમામ કાર્યક્રમોમાં ભીમ યોધ્ધા પરિવાર, દાહોદના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. રાજકીય પક્ષો દ્વારા પણ દાહોદ શહેરમાં સ્થિત ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ તેમજ ફુલહાર ચઢાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઝાલોદમાં 133મી આંબેડકર જયંતિ નિમિત્તે માલ્યાર્પણનો પ્રોગ્રામ કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજરોજ સવારે 10 કલાકે ઝાલોદ ગામડી ચોકડી આંબેડકર ચોક ખાતે આંબેડકર જયંતિ નિમિતે માલ્યાર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી ખાતે બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા સંજેલી ખાતે નીસુલ્ક આરોગ્ય કેમ્પ નું કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલી ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ મંડળ દ્વારા બાબા આંબેડકર જન્મ જયંતી નિમિત્તે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતેથી આવેલા ડોક્ટર કામેશ્ર્વરી ભાભોર તેમજ ડોક્ટર ધર્મજીત ભાભોર સહીત 5 ડોક્ટરો ની ટીમ દ્વારા સંજેલી પુષ્પ સાગર તળાવ ખાતે સંજેલી નગરમાંથી આવેલા લોકોને આરોગ્ય લગતી તપાસ કરી અને સારવાર તેમજ સલાહ સૂચન આપવામાં આવી હતી. જેમાં બીપી, ડાયાબિટીસ, આંખ, એનેમિયા, શરદી, ખાંસી, તાવ માથા વગેરેની સ્થળ ઉપર તપાસ સારવાર દવા ગોળીઓ સહિત સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 100 જેટલા લોકોનું સ્થળ ઉપર આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી.