
દાહોદ,દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસના નાયબ વન રક્ષક આર.એમ.પરમારની સૂચના મુજબ દિવાળીના તહેવારમાં જંગલમાં લાકડા ચોરી કે અન્ય ગુના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને તા. 4/11/2023ના રોજ સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો કરતા ફોરેસ્ટ જે.પી.ડામોરને લાકડા ચોરી અંગે બાતમી મળેલ. તેને ધ્યાનમાં રાખીને સિંગવડના આર.એફ.ઓ. એમ. એન. પ્રજાપતિએ સ્ટાફને સાથે રાખી કડક નાકાબંધી કરતા બારેલા ગામે ટાટા ટેમ્પો અનામત પ્રકારના સાગી લાકડા ભરી હેરાફેરી કરતા પકડવામાં આવેલ. જે મુદ્દામાલ જંગલ ચોરીનો સાગી લાકડાનો 76 નંગ, ઘન મીટર 3702ની કિંમત રૂ. 55,530 તથા વાહન ટેમ્પો કિંમત રૂા. 1,30,000 મળી કુલ રૂ. 1,85,330નો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય વન અધિનિયમ 1927 મુજબ ટેમ્પો ડ્રાઇવર તથા વાહન માલિક વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ સિંગવડ રેન્જના આર.એફ.ઓ. દ્વારા હાથ ધરવામાં આવી છે.