ફોરેસ્ટ ઓફિસરની હત્યા બાદ પોડુ જમીનનો મુદ્દો ચર્ચામાં આવ્યો

નવીમુંબઇ,

તેલંગાણામાં ૨૨ નવેમ્બના રોજ ગુથી કોયા આદિવાસીઓ દ્વારા ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના વન વિસ્તારની અંદર એક વન અધિકારી શ્રીનિવાસ રાવની હત્યા કરી દેવામાં આવી હતી. ’પોડૂ’ની ખેતીમાં સામેલ આદિવાસીના એક સમૂહ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ વન રેન્જ અધિકારી શ્રીનિવાસ રાવનું મૃત્યું નીપજ્યું હતું.

આ હત્યા બાદ ’પોડૂ’ ભૂમિ (સ્થાનાંતરિત ખેતી)નો મુદ્દો ફરી ગરમાય ગયો છે. આદિવાસી એકવાર ફરી આ મુદ્દો ઉઠાવી રહ્યાં છે અને જમીન પર અધિકારની માંગ કરી રહ્યાં છે.

શ્રીનિવાસ રાવ ચંદ્રગોંડા મંડળના બેંદલાપાડુ ગામમાં વૃક્ષારોપણને કાપવાની ના પાડતા કેટલાક આદિવાસીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો.

જોકે પોડૂ વિષય કેન્દ્ર સરકારે અધિકાર ક્ષેત્રમાં છે એટલા માટે રાજ્ય સરકાર આ સમસ્યાને હલ કરવામાં અસમર્થ છે. ત્યારથી કેન્દ્ર સરકારે કટ-ઓફ ડેટ નક્કી કર્યું અને ૧૩ ડિસેમ્બર, ૨૦૦૫ સુધી વન ભૂમિ પર કબ્જો કરનારા અદિવાસીને જ અધિકાર આપ્યો, પરંતુ રાજ્ય સરકારનો વિચાર છે કે કેન્દ્ર સરકારને અનુસૂચિત જનજાતિ અને અન્ય પારંપરિક વન નિવાસી અધિનિયમમાં સંશોધન કરવું જોઈએ અને કટ ઓફ ડેટને આગળ વધારવી જોઈએ.