ફોરેસ્ટ ગાર્ડની ભરતી રદ કરવાની માંગ સાથે ગુજરાતમાં ઉમેદવારોનો વિરોધ યથાવત

  • સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો

રાજ્યમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાણા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. સ્થિતિ એવી છે કે, ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે.

આ તરફ ઉમેદવારોએ ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન કર્યા બાદ રાતવાસો પણ રામકથા મેદાનમાં જ કર્યો હતો. જોકે વહેલી સવારે ઉમેદવારોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, હાલ બપોરેના સમયે ઉમેદવારો ગાંધીનગર સેન્ટ્રવિસ્ટા ખાતે વિરોધ કરવા એકઠા થયાં હતાં આ દરમિયાન ઉમેદવારોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે. નોંધનિય છે કે, શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી એટલે કે ગઇકાલથી ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ભરતીને લઈ વિરોધ કરી રહ્યા છે. જેમાં ખાસ કરી ભરતી પ્રક્રિયામાં ઝ્રઇમ્ પધતિનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ સાથે મેરીટ લિસ્ટમાં ગુણ દર્શાવવાની પણ ઉમેદવારો માંગ કરી રહ્યા છે.

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઉમેદવારો ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન શરૂ કર્યું હતું. આ સાથે ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો હતો. વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો.

ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે. થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં જણાવ્યા પ્રમાણે મંડળની પ્રણાલિકા અનુસાર પ્રમાણે ઉક્ત શારીરિક ક્ષમતા ક્સોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ ઝ્રમ્ઇ્ પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ છે.

આ બાબતે પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે ફોરેસ્ટ ગાર્ડ વર્ગ-૩ સંવર્ગની કુલ ૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા ક્સોટી માટે કુલ જગ્યાના ૮ ગણા મુજબ જિલ્લાવાઇઝ, કેટેગરીવાઇઝ અને મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલનંબરની કામચલાઉ યાદી તારીખ ૩૧-૭-૨૦૨૪ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ સાથે તેમાં જણાવામાં આવ્યુ છે કે, ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજુઆતો પરત્વે સંબંધર્ક્તા સર્વે ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે, મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા ક્સોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ ઝ્રમ્ઇ્ પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધર્ક્તા ઉમેદવારોએ નોંધ લેવી.