ફિલ્મ ફ્લોપ છતાં હજુ પણ અક્ષય કુમાર પાસે કામની કોઈ કમી નથી

અક્ષય કુમાર એક એવો અભિનેતા છે જે આખું વર્ષ પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહે છે. અક્ષય કુમાર પાસે હાલમાં ઘણી ફિલ્મોની ઓફર છે. ભલે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી રહી હોય, પરંતુ તેને કામની કોઈ કમીનો સામનો કરવો પડી રહ્યો નથી. દરમિયાન, અક્ષય કુમારે અરશદ વારસી સાથે આગામી ફિલ્મ ’જોલી એલએલબી ૩’નું મુંબઈ શેડ્યૂલ શરૂ કર્યું છે.

એક અહેવાલ અનુસાર, આ શૂટિંગ શિડ્યુલ દરમિયાન, અક્ષય કુમાર કોર્ટ રૂમમાં થઈ રહેલા તમામ મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કરવાના છે. આ સમયગાળા દરમિયાન હુમા કુરેશી પણ તેની સાથે તેના તમામ સીન શૂટ કરશે. જોકે, એવું નથી કે અક્ષય આ શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી ફ્રી થઈ જશે. એવું માનવામાં આવે છે કે અક્ષય કુમાર જૂનમાં જોલી એલએલબી ફ્રેન્ચાઇઝીના ત્રીજા હપ્તા પર કામ કરશે. તે પછી તે તરત જ ’વેલકમ’ના આગામી ભાગનું શૂટિંગ શરૂ કરશે.

અક્ષય કુમાર જુલાઈમાં ’વેલકમ ટુ ધ જંગલ’ના સેટ પર શૂટિંગ શરૂ કરશે.અહેવાલ મુજબ, આ શેડ્યૂલમાં મોટાભાગના ઇન્ડોર ભાગો શૂટ કરવામાં આવશે. ડિરેક્ટર અહેમદ ખાને ૩૦ દિવસનું શૂટિંગ શેડ્યૂલ તૈયાર કર્યું છે. જે બાદ આ ફિલ્મ પણ સમેટી લેવામાં આવશે. નિર્દેશકે ફિલ્મના તમામ કલાકારોને જુલાઈની શરૂઆતમાં શૂટિંગ માટે તૈયાર રહેવાની પણ સૂચના આપી છે. એટલું જ નહીં, આ શેડ્યૂલમાં એક ગીતનું શૂટિંગ પણ પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન અક્ષય કુમાર પણ તેની ફિલ્મ સરફિરાના પ્રમોશનમાં વ્યસ્ત રહેશે. મતલબ કે અક્ષય કુમાર આગામી કેટલાક મહિનાઓ માટે ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. જ્યારે વેલકમ ટુ ધ જંગલમાં સુનીલ શેટ્ટી, રવિના ટંડન, જેકી શ્રોફ, લારા દત્તા, દિશા પટાની, જેકલીન ફર્નાન્ડીઝ, તુષાર કપૂર અને અરશદ વારસી જેવા કલાકારો સામેલ છે.