
મુંબઇ, એર ફ્લાઈટ માં ટેકનિકલ ખામીના કારણે લગભગ ૩૦૦ મુસાફરો રાતથી મુંબઈ એરપોર્ટ પર અટવાયા છે. પ્લેન મુંબઈથી વિયેતનામ જવાનું હતું. ફ્લાઈટ ૧૧.૩૦ કલાકે જ એરપોર્ટ પરથી ઉપડવાની હતી. પરંતુ, વિમાન હજુ પણ એરપોર્ટ પર જ છે. ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ટેકઓફ થવાનું હતું. મુસાફરોને પ્લેનની અંદર બેસવા માટે પણ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યારે જ પ્લેનની અંદર કેટલીક ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ પછી તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. મુસાફરોમાં ઘણા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મુસાફરોના હોબાળાને કારણે એરપોર્ટ પર થોડો સમય અરાજક્તાનો માહોલ સર્જાયો હતો.
જોકે, એરપોર્ટ પર તૈનાત કર્મચારીઓ મુસાફરોને સમજાવતા જોવા મળ્યા હતા. પ્લેનમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે, આ અંગેની માહિતી હજુ સામે આવી નથી.એર ફ્લાઈટના અધિકારીઓ પ્લેનની અંદર રહેલી ટેકનિકલ ખામીઓની તપાસમાં લાગેલા છે. યાત્રીઓના કહેવા મુજબ તેમને વિયેતનામ જવાનું હતું. આ માટે તે પહેલાથી જ એરપોર્ટ આવી ગયો હતો. તેને આ અંગે અગાઉથી કોઈ જાણકારી નહોતી. કહેવામાં આવ્યું હતું કે લાઇટ ટૂંક સમયમાં ટેકઓફ થશે. પરંતુ, હજુ સુધી કોઈ અપડેટ નથી.
આ પહેલા ગુરુવારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યાં એર ઈન્ડિયાની ફ્લાઈટ માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટ દિલ્હીથી બેંગકોક જઈ રહી હતી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે તેમને લાંબા સમય સુધી પ્લેનની અંદર બેસાડવામાં આવ્યા હતા. પરંતુ, તેમને ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું. કેટલાક મુસાફરોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ પણ કરી છે. જોકે, આ સમગ્ર ઘટના અંગે એર ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.