ફાયર બ્રિગેડ ગોધરાની આગની બનાવોની ઘટનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી : 111 ફાયર કોલ અને 63 સ્પેશ્યલ કોલ એટેન્ડ કર્યા

ગોધરા, ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2023 દરમિયાન આગ અને અકસ્માત સહિત બંદોબસ્તના કોલ એટેન્ડ કરી તેમજ આગ જેવા બનાવો પર કાબુ મેળવીને પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે. જેમાં ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ દરમિયાન શહેરમાં 111 જેટલા ફાયર કોલ તેમજ 63 જેટલા સ્પેશિયલ સર્વિસ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા.

ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2023 દરમિયાન બંદોબસ્તથી માંડીને બચાવ તેમજ આગના બનાવ ઉપરાંત જનજાગૃતિ માટે મોકડ્રીલ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ઓફિસર અને વાયરલેસ ઓફિસરનાં વડપણ હેઠળ ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2023 દરમિયાન શહેરના આગજન્ય બનાવ તેમજ હેલીપેડ ખાતે પણ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. એજ રીતે ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ દરમિયાન બચાવની પણ કામગીરી કરવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન 174 જેટલા કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા.

ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા 111 જેટલા ફાયર કોલ અને 63 જેટલા સ્પેશિયલ સર્વિસ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા મળતા તાત્કાલિક કોલમાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે સેવા પુરી પાડવામાં આવી હતી. જેમાં કેનાલમાંથી મૃતદેહ સહિત પશુઓ અને જીવના જોખમે બચાવવાની કામગીરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા 2023 દરમિયાન આગની બનાવોની ઘટનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી.