પ્રયાગરાજ,માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ બંનેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પત્રકારો અતીક અને અશરફને સાથે-સાથે ચાલતા પૂછતા હતા. આ દરમિયાન ત્રણ હુમલાખોરોએ પોલીસની સુરક્ષા ઘેરો તોડીને અતીકને માથામાં ગોળી મારી, પછી અશરફ પર ગોળીબાર કર્યો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા. તેમના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે. ત્રણેયે હુમલા બાદ તરત જ સરેન્ડર કરી દીધું હતું. લવલેશ બાંદા, અરુણ કાસગંજ અને સની હમીરપુરનો રહેવાસી છે. તેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે. કોન્સ્ટેબલ માનસિંહને પણ ગોળી વાગી હતી.
એફઆઇઆર મુજબ, ત્રણેય શૂટરોએ જણાવ્યું કે તેઓ અતીક-અશરફની હત્યા કરીને યુપીમાં લોકપ્રિય બનવા માગતા હતા. જ્યારથી કોર્ટે બંનેને પોલીસ કસ્ટડી આપી છે, ત્યારથી જ તેઓ પ્રયાગરાજ આવ્યા હતા અને મીડિયા પર્સન બનીને અતીક-અશરફને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શનિવારે મોકો મળતા જ તેની હત્યા કરી નાખી. ઘટના બાદ ઉમેશ પાલના ઘરની સુરક્ષા માટે લગભગ ૧૦૦ પીએસી આરએએફ અને પોલીસ કર્મચારીઓ તૈનાત છે. પત્ની જયા પાલ અને માતા શાંતિ દેવીને કોઈને મળવાની મંજૂરી નથી.
એફઆઇઆરમાં ખુલાસો થયો છે કે શનિવારે રાત્રે અતીક-અશરફ પર થયેલા હુમલા દરમિયાન શૂટરમાંથી એક લવલેશ તિવારીને પણ ગોળી વાગી હતી. હુમલાખોરોના ફાયરિંગમાં લવલેશ ઘાયલ થયો છે. અતીક-અશરફની ડેડ બોડી હજુ પણ હોસ્પિટલમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫ ડોક્ટરોની ટીમ બંનેનું પોસ્ટમોર્ટમ કરશે. પરિવાર કે સંબંધીઓમાંથી હજુ સુધી કોઈ હોસ્પિટલ પહોંચ્યું નથી.
૧. આરોપી લવલેશના પિતા યજ્ઞ તિવારીએ કહ્યું , ’અમારી પાસે કોઈ માહિતી નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ૫-૬ દિવસ પહેલા આવ્યો હતો. તેને ઘર સાથે કોઈ લેવાદેવા નથી. વર્ષોથી વાતચીત બંધ છે. થપ્પડ મારવાના કેસમાં તે જેલમાં ગયો હતો, ત્યારથી વાતચીત બંધ થઈ ગઈ છે. ડ્રગ્સનો નશો કરે છે. અમે તેને પહેલાં જ ત્યજી દીધો છે.
૨. બીજા આરોપી સન્ની સિંહના ભાઈએ કહ્યું , ’તેની વિરુદ્ધ પહેલાથી જ કેસ નોંધાયેલા છે. સની સિંહ એ બીજો શૂટર છે જેણે અતિક-અશરફને ગોળી મારી હતી. તે હમીરપુરનો રહેવાસી છે. તેના ભાઈ પિન્ટુ સિંહે જણાવ્યું કે અમે ત્રણ ભાઈઓ હતા, જેમાંથી એકનું મોત થયું છે. સની સામે પહેલાથી જ કેસ નોંધાયેલા છે. તે કોઈ કામ કરતો નથી. અમે તેનાથી અલગ રહીએ છીએ. તે બાળપણમાં જ ઘરેથી ભાગી ગયો હતો.
એ યાદ રહે કે શનિવારે સવારે ૧૦ વાગ્યે પુત્ર અસદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ગુરુવારે ઝાંસીમાં યુપી એસટીએફના એન્કાઉન્ટર માં અતિક અહેમદનો પુત્ર અસદ માર્યો ગયો હતો. શનિવારે સવારે ૧૦ કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રયાગરાજના કબ્રસ્તાનમાં માત્ર સંબંધીઓ જ હાજર રહી શક્યા હતા. ત્યારે અતીક-અશરફ ૩ કિમી દૂર પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં હતો.
કોર્ટે દર ૨૪ કલાકે અતીક-અશરફનું મેડિકલ કરાવવાનો આદેશ આપ્યો હતો. શનિવારે પણ રાત્રે ૧૦ વાગ્યે બંનેને પોલીસ જીપમાં પ્રયાગરાજ મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જીપમાંથી નીચે ઉતરતા જ મીડિયાએ બંનેને ઘેરી લીધા હતા. પોલીસે બંનેને મીડિયા સાથે વાત કરવાની પણ મંજૂરી આપી હતી.કોર્ટે દર ૨૪ કલાકે અતીક-અશરફનું મેડિકલ કરાવવાનો આદેશ આપ્યો હતો. શનિવારે પણ રાત્રે ૧૦ વાગ્યે બંનેને પોલીસ જીપમાં પ્રયાગરાજ મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જીપમાંથી નીચે ઉતરતા જ મીડિયાએ બંનેને ઘેરી લીધા હતા. પોલીસે બંનેને મીડિયા સાથે વાત કરવાની પણ મંજૂરી આપી હતી. શનિવારે રાત્રે ૧૦:૩૫ કલાકે ત્રણ હુમલાખોરો મીડિયા પર્સન બનીને આવ્યા હતા. અતીકના માથા પર પિસ્તોલ તાણી. ગોળીબારના એક સેકન્ડથી પણ ઓછા સમયમાં અતીક-અશરફ જમીન પર પડી ગયા. બંને ૨૦ સેકન્ડમાં મૃત્યુ પામ્યા. આ દરમિયાન પોલીસ એક પણ ગોળી ચલાવી શકી ન હતી.