ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઘણી ભૂલો કરી જે ટીમને ભારે પડી.

મુંબઇ, ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહારન અંડર-૧૯ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં હતો. તેણે આખી ટુર્નામેન્ટમાં હંમેશા પોતાના બેટથી ભારતીય ટીમને સંભાળી હતી. જો કે ફાઈનલ મેચમાં તે આવું કરી શક્યો નહોતો અને માત્ર ૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ભારતીય ટીમની બોલિંગ ફાઈનલ મેચમાં જે લયમાં હતી તેટલી ટૂર્નામેન્ટમાં જોવા મળી ન હતી. જોકે ભારતીય ટીમના ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ ઓસ્ટ્રેલિયાને ૧૬ રનના સ્કોર પર પહેલો ઝટકો આપ્યો હતો. પરંતુ આ પછી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભાગીદારી જાળવી રાખી અને ટીમને ૨૫૦થી આગળ લઈ ગઈ.

ટાઈટલ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન મુશીર ખાનને બે મોટા જીવનદાન મળ્યા. જો કે, જીવનના આ દાન પછી પણ, મુશીર ગભરાઈને બેટિંગ કરતો જોવા મળ્યો હતો અને ૨૨ રનના સ્કોર પર બોલ્ડ થયો હતો. ભારતની હારનું મુખ્ય કારણ મુશીરની વિકેટ હતી.

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન આદર્શ સિંહે ૭૭ બોલમાં ૪૭ રનની ઇનિંગ રમી હતી. તેણે શરૂઆતમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી જેની અસર ટીમ પર પડી. ભારત પર દબાણ વયું અને આ દબાણ સામે ભારતીય ટીમ વિખેરાઈ ગઈ.

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ટાઈટલ મેચમાં ભારે ફ્લોપ સાબિત થયો હતો. મુશીર ખાન (૨૨ રન) સિવાય ભારતીય ઇનિંગ્સમાં નંબર ૩ થી નંબર ૭ સુધીનો કોઈ બેટ્સમેન ૧૦ રનના આંક સુધી પણ પહોંચી શક્યો નથી. ભારતીય ટીમને મોટી હારનો સામનો કરવો પડ્યો અને તે ખિતાબથી એક ડગલું દૂર રહી.