મુંબઇ, ફિલ્મ અભિનેતા અનુપમ ખેર હાલમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ છે કે અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા ખભાના ભાગે ગંભિર ઈજા થઈ હોવાનું જણાયુ હતુ જે બાદ ખુદ અનુપમ ખેર તે અંગેની પોસ્ટ મુકીને તેમની હેલ્થ અપડેટ આપી હતી.
પોસ્ટ શેર કરતા અનુપમ ખેરે પોસ્ટમાં લખ્યું છે કે ફોટામાં સ્મિત કરવાનો પ્રયાસ અસલી છે! એક-બે દિવસ પછી શૂટિંગ ચાલુ રહેશે. બાય ધ વે, જ્યારે માતાએ ઘટના વિશે સાંભળ્યું, તો તેમણે કહ્યું હા હજુ દુનિયાને બતાવો તમારી બોડી! લોકોને બોડી બતાવી તો તેની જ નજર લાગી છે! ત્યારે તેના જવાબમાં અનુપમ ખેરે જવાબ આપ્યો કે મા! યુદ્ધના મેદાનમાં પડેલા યોદ્ધા છે, તો થોડી તો તિફલ પડશે જ ને!