ફિલ્મમેકરની બર્થડે પાર્ટી:અનન્યા પાંડેથી લઈ કેટરિના સહિતના સેલેબ્સ આવ્યા, રિયા ચક્રવર્તી પ્રેમી બંટીની બહેન સાથે જોવા મળી

મુંબઈ,

બોલિવૂડ પ્રોડ્યૂસર-ડિરેક્ટર અમૃતપાલ સિંહે હાલમાં જ જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. જોકે, સેન્ટર ઑફ એટ્રેક્શન રિયા ચક્રવર્તી રહી હતી. રિયા પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ બંટીની બહેન સીમા સાથે એક જ કારમાં આવી હતી.

પ્રોડ્યૂસરની જન્મદિવસની પાર્ટીમાં શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન તથા આર્યન ખાન આવ્યા હતા. બંને યલો આઉટફિટમાં હતા. કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, અનન્યા પાંડે, શનાયા કપૂર, મહિપ કપૂર-સંજય કપૂર, ભાવના પાંડે-ચંકી પાંડે, કેટરીના કૈફ સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. નવ્યા નવેલી નંદા તથા સિદ્ધાર્થ ચતુર્વેદી લાલ રંગના આઉટફિટમાં હતા. બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી હતી. પાર્ટીમાંથી બંને સાથે જ નીકળ્યા હતા.આ ઉપરાંત રિયા ચક્રવર્તી તથા સીમા સજદેહ.,આર્યન ખાન તથા ગૌરી ખાન.,નવ્યા નવેલી નંદા તથા સિદ્ધાંત ચતુર્વેદી.,કરન જોહર.અનન્યા પાંડે,વરુણ ધવન તથા નતાશા દલાલ.કેટરીના કૈફ.,ભાવના પાંડે તથા ચંકી પાંડે.,તૃપ્તી ડિમરી. રિયા ચક્રવર્તી ભાઈ શૌવિક આવી હતી આદિત્ય સીલ પત્ની અનુષ્કા સાથે આવ્યો સુશાંત સિંહ રાજપૂતના મોતના અઢી વર્ષ બાદ રિયા ફરી પ્રેમમાં પડી છે. રિયા હાલમાં સીમા સજદેહના ભાઈ બંટીને ડેટ કરતી હોવાની ચર્ચા છે. હવે આ ચર્ચા સાચી સાબિત હોવાનો પુરાવો મળ્યો છે. રિયા ભાઈ શૌવિક સાથે બંટીની બહેન સીમા સાથે એક જ કારમાં જોવા મળી હતી. ત્રણેયને આ રીતે કારમાં જોતા એવી ચર્ચા થવા લાગી છે કે બંને પરિવારને આ સંબંધ મંજૂર છે.રિયા તથા સીમાને એક જ કારમાં જોતા સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી છે. એકે લખ્યું હતું કે કિલરની સાથે સીમા. ભગવાન બંટીની આત્માને શાંતિ આપે. અન્ય એકે કહ્યું હતું કે બીજો શિકાર.